પૃષ્ઠ:Rasdhar5.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૨
સૌરાષ્ટ્રની સરધાર : 5
 


ગળ: ગોળ
ગળથુથી: જન્મેલા બાળકને ગોળનું પાણી પાવાની વિધિ
ગળહાથ, ગળાત: ગળાના સોગંદ, ગળાથ, ગળે હાથ, સોગંદ (જે માણસના સોગંદ ખાવાના હોય તેની ગરદને હાથ મુકાય છે.)
ગળામણ : મિષ્ટાન્ન
ગળા સુધી : ઠાંસી ઠાંસીને
ગળ્યું : મીઠું
ગંગા-જમની તાર : હોકામાં મઢેલા, સોના-રૂપાના તાર
ગાડાખેડુઃ ગાડું હાંકનાર
ગાડાના ગૂડિયા : પૈડાં પાછળ રહીને, નીચે રહીને
ગાડાંની હેડ્ય : ગાડાંની હાર
ગાભા જેવી : ઢીલી
ગાભો : લૂગડાંનો ડૂચો
ગામડી : ગામડું
ગામતરું : પ્રવાસ
ગામતરુ થવું : મૃત્યુ થયું
ગામોટ: ગામનો બ્રાહાણ, જે સંદેશો લઈ જવા વગેરેનું કામ કરે છે.
ગાળ બેસવી : કલંક લાગવું
ગાળી : ખીણ, નળ્ય
ગાંદળું : પિંડો
ગિસ્ત : ફોજ
ગીગી : દીકરી
ગૂડી : ભેંશના ગોઠણ
ગૂઢાં : ઘેરાં, કાળા ભૂખરા રંગના
ગોકીરો : બૂમાબૂમ
ગોઠ: ઉજાણી, ગોષ્ઠી, આનંદ-પ્રમોદ
ગોબો : ગઠ્ઠાવાળી લાકડી

ગોરમટી : લીંપણ કરવાની ધોળી માટી
ગોલકીનો : ગુલામડીનો (કાઠીઓમાં પ્રચલિત ગાળ)
ગોલા : ગુલામ, રાજમહેલના ચાકરો
ગોવાતી : ગોવાળ
ઘર કરવું : લગ્ન કરવું
ઘાણ્ય : ગંધ
ઘારણ : ગાઢ નિદ્રામાં પડવું
ઘાંસિયા: ઘોડાના પલાણ પર નાખવાની. ગાદી
ઘુઘવાટ: ગર્જના
ઘેઘૂર : મસ્ત.
ઘેરો: ટોળું
ઘોંકારવું : ઘોંચવું
ચડભડવું : બોલાચાલી થવી
ચડિયાતી આંખો : આંખના ગોખલામાંથી બહાર નીકળતી, મોટી આંખો
ચરણિયો : ઘાઘરો
ચસકાવવું : ત્વરાથી પીવું
ચંભા : તોપથી નાની બંદૂકોના મૂઠી જેવડા ગોળા
ચાડીકો : તપાસ રાખનાર
ચાડીલો: હઠીલો
ચાપડા ભરેલી (લાકડી) : ત્રાંબા- પિત્તળના તારથી ગૂંથીને ચોરસ ભાત પાડેલી
ચાપવું : પુરુષના કાનની બૂટમાં પહેરવાનું સોનાનું ઘરેણું
ચારજામો : ઘોડા પરનું પલાણ
ચાળો : વિચિત્ર હાવભાવ
ચાંદરાત : બીજની તિથિ
ચાંદૂડિયાં : વાંદરા-નકલ
(ઘોડી) ચાંપવી : દોડાવી મૂકવી