પૃષ્ઠ:Rasdhar5.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સોરઠી બોલીનો કોષ
193
 

ચિચોડો : શેરડીનો રસ કાઢવાનો સંચો, કોલુ
ચૂડાકર્મ : વિધવા થતાં સ્ત્રીની ચૂડી ભાંગવાની ક્રિયા
ચે : ચેહ, ચિતા
ચોકડું : લગામ
ચોથિયું : ચોથો ભાગ
ચોલટા : ચોર
ચોળિયું : પાણકોરું
ચોંપ : ઝડપ, સાવચેતી
છાપવું : પ્રવાહી વસ્તુની અંજલિ લેતાં હથેળીમાં પડે તે ખાડો
છાલકાં : ગધેડાં પર બોજો ભરવાનું સાધન
છૂટકો : નિકાલ
છોઈફાડ : લાકડામાંથી છોઈ ઊતરે તેટલો, લગાર
જગનકુંડ : યજ્ઞકુંડ
જડધર: શંકર
જનોઈવઢ ઘા : જનોઈનો ત્રાગડો પહેરાય તે રીતે, ડાબા ખભા ઉપરથી ગળા નીચે થઈને હૃદય સુધીનો ઘા
જબરાઈ: બળાત્કાર
જમણ : દિવસ
જરવું : પચવું
જવાસાની ટટ્ટી : સુગંધી વાળાનો પડદો.
જંજરી : હોકો
જંજાળ્ય : મોટી બંદૂક
જીએરાઃ કચ્છના રાજાને લગાડવામાં આવતું સંબોધન (મૂળ અર્થ ‘જીવો રાજા’)
જાંગી : સીંચોડાનું મુખ્ય લાકડું
જીમી : કાઠિયાણીને ઘાઘરાને બદલે પહેરવાનું લુંગી જેવું છૂટું વસ્ત્ર
જુગતિ : યુક્તિ, જોવા જેવું
જુંબેદાર : જામીન, ખોળાધર

જેતાણું : જેતપુર
જોગટો : દંભી જોગી
જોગમાયા : દેવી
જોગાણ : ઘોડાને ખવરાવવાની ચંદી
જોડીદાર : સાથી, સરખી જોડીનો
જોધારમલ : અલમસ્ત
ઝડ : લૂંટ
ઝડવઝડ (દિવસ) : સૂર્યાસ્તનો સમય
ઝંઝાળ : જુઓ જંજાળ્ય
ઝંટિયાં: વાળનાં જુલ્ફાં
ઝાઝી વાત : મોટી વાત છાલકાં.
ઝાટકા : તરવારના ઘા
ઝાપટવું : ખંખેરવું
ઝાંત૨ : ગાડાની નીચેના ભાગમાં ચીજો મૂકવાનું ખાનું (ભંડારિયું).
ઝીંકવું : ઝંપલાવવું
ઝૂમણું : ડોકનો દાગીનો
ઝૂંપી : ચિતા
ઝોક : ઢોરને રાખવાનો વાડો
ઝોંટ : આંચકો
ટપારવું : પ્રશ્ન કરવો
ટપુડિયાં : નાનાં
ટશિયો : ટીપું (લોહીનું)
ટાટકવું : હલ્લો કરવો
ટંક : જમવાનું ટાણું
ટંટાળ : ઉપાધિ
ટાઢી છાશ : શિરામણ
ટાઢો : ઠંડો
ટાબરિયાં : છોકરાં
ટારડી : હલકી ઘોડી
ટીલડી : કપાળનું મધ્યબિંદુ
ટીંબી : ગામ ખંડિયેર થઈને દટાયા પછી ઢોરો થઈ જાય એ જમીન, ટીંબો