પૃષ્ઠ:Rasdhar5.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
194
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

ટૂટજૂટઃ તૂટેલી
ટૂંપાવો (જીવ): મૃત્યુ વખતે પ્રાણ દુખી થાય, જીવ જલ્દી ન નીકળે તે
ટેવવું : અનુમાન કરવું
ટોયલી : નાની લોટીયા
ટૌકો : અવાજ
ઠબવું: અડવું
ઠાણ: ઘોડાર
ઠામ: વાસણ,
ઢુંગો : કસુંબો લીધા પછી ખાવામાં ગળ્યો નાસ્તો
ઠેરવવું: નિશાન તાકવું
ઠોંઠ ઠાપલી: તમાચો
ડણક (સિંહની): ગર્જના
ડમ્મર : વંટોળિયાની ડમરી
ડંકવું : વેદનાના સ્વરો કાઢવા
ડાટો : ઢાંકણ (બૂચ)
ડાઢવું : કટાક્ષ વચન બોલવું
ડાબા : ડાબલા, ઘોડાના પગની ખરી
ડાભોળિયું : ઘાસનો કાંટો
ડાલા : સુંડલા
ડૂકવું : થાકી જવું
ડૂંઘો : હોકો
ડેરા : તંબૂ
ડોર : માળાનો મેર
ડોઢી : મકાનને દરવાજે બંને બાજુ રાખેલી બેઠક
ડોરણું : બોરિયું, બટન
ડોંચવું: ખેંચવું
ઢાળું : ઢળેલું – તરફ
ઢાંકેલ-ઢૂંબેલ : સહીસલામત
ઢીબવું: મારવું
તમુંહી: તમને (કાઠી શબ્દ)

તરકટ : કાવતરું
તરઘાયો ઢોલ : યુદ્ધ વખતનો ઘેરા અવાજે વાગતો ઢોલ
તરફાળ : ખભે રાખવાનું ઝીણા. પોતનું ફાળિયું, ઉપવરત્ર
તરિયા : તરનાર માણસો
તરિંગ : (ઘોડાની) પીઠનો પાછલો ભાગ
તળાજું : તળાજા ગામનું હુલામણું નામ
તા : ઉશ્કેરાટ
તાજમ: અદબ વ્યક્ત કરતી ચેષ્ટા
તાણ : આગ્રહ
તારવવું : માર્ગ બદલવો
તાશેરો : બંદૂકોના સામટા ભડાકા
તાંત: કપાળે પહેરવાનું ઘરેણું
તાંસળી : કાંસાનો મોટો વાટકો
તેરમું : મૃત્યુ પછી તેરમા દિવસનું જ્ઞાતિભોજન
તરેલું : બળદની જોડી
તોરીંગ : ઘોડા
તોળવી (બરછી) : ઉગામવી
ત્રસકાં : ટીપાં
ત્રહકી રહી : નીતરી રહી
ત્રાટકવું : હલ્લો કરવો
ત્રાંબા જેવા : ત્રાંબાવરણી ભાત ઊપસે એટલા શેકીને કડકડા બનાવેલા (રોટલા)
થાનેલેથી : સ્તન પરથી
થાનેલું (લો) : સ્તન
થેપાડું : પ્રૌઢ વયની સ્ત્રીઓ ચણિયાને સ્થાને પહેરે છે તે લાલ રંગનું વસ્ત્ર, જેને નાડી નથી. હોતી પણ ગાંઠ વાળવામાં આવે છે.
દખણાદું : દક્ષિણ દિશામાં
દડેડા : ધારાઓ
દવલું (દુ+વહાલું) : અપ્રિય