પૃષ્ઠ:Rasdhar5.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
196
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

નાડાછોડ: પેશાબ
નાતરું: પુનર્લગ્ન
નાનડિયા: નાની ઉંમરના
નામચા: નામના
નિવેડો : નિર્ણય
નેરું : નાની, ઊંડી નદી
નેવણ: ડામણ
નોખનોખા: જુદા
નોંધવુંઃ તાકવું
પખતી: પહોળી
પખાળવું : પ્રક્ષાલવું, ધોવું
(કુળનાં) પખાં: (માતૃ-પિતૃ બંને) પક્ષો
પઘડાં : સોગઠાં
પછીત : ભીંતનું પછવાડું
પટાધર : થોભાદાર, શૂરવીર
પડઘિયાવાળું : નીચે છાજલીવાળું
પડધારા : ડુંગરની ઢળતી બાજુ, ઢોળાવ
પતીકાં: ટુકડા
(ત્રણ) પરજ : કાઠી કોમની ત્રણ શાખા : ખાચર, ખુમાણ ને વાળા.
પરજેપરજા : ટુકડેટુકડા
પરડિયા : બાવળની શીંગો
પરનાળાં : પ્રણાલિકા, ધારાઓ
પરબોળિયા : વાડ પર ચડતી જાંબલી ફૂલવાળી વેલ થાય તેની શીંગો.
પરમાણ : સાર્થક
પરવાળા : ઘેરા ગુલાબી, પ્રવાલ જેવા
પરિયાણ : પ્રયાણ, તૈયારી
પરિયા : પૂર્વજો
પરોણાગત : મહેમાની
પરોણો : મહેમાન
પલાણ : ઘોડા ઉપરનો સામાન
પલાણવું: ઘોડે ચડવું

પહર: રાત્રિને પાછલે પ્રહરે ભેંસને ચરવા લઈ જવી તે
પળી બે પળી : પાશેર, અધશેર
પંગત : પંક્તિ, હાર
પંચાતિયા: વિષ્ટિકારો
પંથક: પ્રદેશ
પંડે : પોતે
પાકટ (ઉંમર) : વૃદ્ધાવસ્થા
પાઘડુ (પેંગડું) : ઘોડે ચડવાની રકાબ
પાટકવું : ભટકવું
પાટિયો : અનાજ રાંધવાનું માટીનું
પાટી : કાઠીઓમાં પુત્રોને વારસામાં જમીન વહેંચાય અને જે ભાગ મળે તે
પાટી (માથાની) : સેંથાની બંને બાજુએ લમણા પર ચપટા ઓળેલા સ્ત્રીના વાળ
(લોહીનાં) પાટોડાં : ખાબોચિયાં
પાઠાંઃ ઘોડા પરના કાઠાની બે બાજુનાં લાકડાં
પાણકોરું : ધોયા વગરનું જીન નામનું કાપડ
પારખવું: ઓળખવું
પારેવડાં: કબૂતર જેવાં ગરીબડાં બચ્ચાં
પાલવડાં: વસ્ત્રો ('પલ્લવ' પરથી)
પાસાબંધી કેડિયાં : લાંબી બાંય, છાતી ઉપર કસો અને પેટ ઉપર ઘેરવાળું દેશી પ્રજાનું પુરુષ-વસ્ત્ર
પાળ : સૈન્ય
પાળ્ય : ગામના રક્ષણને બદલે અપાતું મહેનતાણું
પાંખા : આછા, છૂટાછવાયા
પાંદડી : કાનના ઉપલા ભાગમાં પહેરવાનું ઘરેણું