પૃષ્ઠ:Rasdhar5.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સોરઠી બોલીનો કોશ
197
 

પાંભરી: ‘ટાઈ ઍન્ડ ડાઈ,’ બાંધણથી બનાવેલો રેશમી રૂમાલ, પુત્રજન્મ થતાં તેને પાંભરી અને પુત્રી જન્મ થતાં ચૂંદડી ઓઢાડાય
પાંસળઃ પાસે
પિયાલા (જેવી તલવાર) : પ્રિયાલ (વીજળી) જેવી ચમકતી અને ગતિમાં ત્વરિત ફરતી તલવાર
પીંગલેઃ ઘોડિયે
પીંછી : (તલવારની) અણી, પૂંછડાનો ભાગ
પુલકાતળ : રોમાંચ
પૂછ્યાનું ઠેકાણું : સલાહ લેવા લાયક
પેટ પીડ : પેટનો દુઃખાવો
પેટ સારુ : આજીવિકા માટે
પેડાં : દહીં જમાવવાનાં માટીનાં દોણાં
પેનીઢક : પગની પાની સુધી ઢળકતો (પહેરવેશ).
પેપડી : પીપરના ઝાડનાં કૂણાં ફળ
પો ફાટવાનો સમય : સૂર્યોદય પહેલાંનો સમય
પોગવું : પહોંચવું
પોટલીએ : કુદરતી હાજતે.
પોડાં : પડ
પોતિયું : નાહવા માટેનું ધોળું ઝીણું પનિયું, ધોતિયું
પોથી : એ નામની વનસ્પતિ જેનાં બિયામાંથી દાંત રંગાય છે.
પોથીના લાલ રંગમાં રંગેલા દાંત : લાલ મજીઠ – પોથીના ગોળ રૂપિયા જેવડાં પતીકાં આવે છે. તેનાથી સ્ત્રીઓ દાંત રંગે છે. (રાત્રે મોંમાં આંબલિયા વિનાની આંબલી ઠાંસોઠાંસ ભરીને ઓટલા પર

બેસીને સ્ત્રીઓ મોંમાંથી લાળવહેતી મૂકે;
સવારે આંબલી કાઢી નાખે ત્યારે દાંત અંબાઈને ખાટા થઈ ગયા હોય, તેના પર પોથીનાં પતીકાં મૂકી, મોઢું બીડીને સ્ત્રી સૂઈ જાય. સાંજે ઊઠે ત્યારે ખાટા દાંત પર પિયાલા જેવી મજીઠનો લાલચોળ રંગ બેસી ગયો હોય.)
પોરસ : ઉત્સાહ
પોરસ : હોંશ, ગર્વભર્યો આનંદ
પોરસીલો : ઉદાર
પોરો : વિસામો
પ્રજરાણ : ત્રણે પરજ (શાખા)ના કાઠીનો શિરોમણિ
પ્રલેકા૨ : પ્રલય, જળબંબાકાર
પ્રાગડના દોરા : પ્રભાતનાં કિરણ.
પ્રાગડ વાસી : પ્રભાતનં કિરણા
ફટકો : ધાસ્તી
ફટાયો : નાનો કુંવર (રાજ્યને બે કુંવર હોય તેમાં મોટો યુવરાજ ને નાનો ‘ફટાયો’ કહેવાય. મોટાને વારસામાં ગાદી મળે, નાનાને ગરાસ મળે.)
ફડકો : બીક
ફડશ : અરધોઅરધ
ફણું (ભાલા-બરછીનું) : ઉપરનો લોઢાનો મુખ્ય ભાગ
ફસફસવું : ખદખદવું
ફાટ્ય : અભિમાન, ખુમારી
ફાટી પડવું : મરી જવું
ફાળિયું : ખેસ, દુપટ્ટો
ફાંદ્ય : પેટ
ફાંફળ : લાંબો રસ્તો, જેમાં વચ્ચે ગામડું ન આવે
ફુઈયારું : ફોઈબાને આપવાની ભેટ
ફુલેકો : વરઘોડો (અસલ શબ્દ ‘ફુલેકું’)