પૃષ્ઠ:Rasdhar5.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કરિયાવર
9
 


“બાપુ,” હીરબાઈએ બાપને કહ્યું: “હવે આ વખતે તો ગઢની ખીલી પણ નહિ રહેવા દઉં, તમે નવી વસાવી લેજો!”

એમ બોલીને હીરબાઈએ ગાડાં ભર્યા; દરબારગઢમાં એક ખીંટી પણ ન રહેવા દીધી. ફરી વાર વેલડું જોડાણું : ગામ વળાવવા હલક્યું : ચોરો આવ્યો : માફાની ફડક ઊંચી થઈ : હીરબાઈએ ગલગોટાના ફૂલ જેવું ડોકું બહાર કાઢ્યું, અને ચોરે પ્રેત જેવા નિર્જીવ બની બેઠેલા ભાયાતોને પડકારી સંભળાવ્યું: “આવો, કાકા અને ભાઈઓ ! હવે ફરી આડા !”

“ના...રે, બેટા, અમે ક્યાં કહીએ છીએ ?”

"શેના કહો ? પારણે એકને સાટે બે રમે છે. અને હવે તો ગાડાંની હેડ્યું ગણ્યા જ કરજો !”

[આ ઘટના જૂનાગઢ નજીક ચાંપરડા ગામે બની છે. કાઠીનું નામ વાઘો વાળો અથવા ઊગો વાળો બોલાય છે. કોઈ વળી આ બનાવ આયરોમાં બન્યો હોવાનું ભાખે છે.]


🐦🙕❀🐦🙕❀🐦