પૃષ્ઠ:Rasdhar5.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
198
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

ફૂટ્ય : જખમ
ફૂલ : પુરષના કાનની ઉપલી ફાટકમાં પહેરવાનું ગોળ મોટું ઘરેણું
ફેરમાં (જવું) : ફરીને લાંબે રસ્તે
ફેરો : લૂંટ
ફેંટા : ઉભડક સાફા
બખોલ : ભોંયરું
બગબગું : મોંસૂઝણું
બટકાવવું : બુકડાવવું
બટકાં લેવરાવવાં : સામસામા કોળિયા ભરાવી જમવું - જમાડવું
બઘડાટી બોલાવવી : ત્રાસ વર્તાવવો
બડૂકો : ધોકો
બતક : પાણી ભરવાનો બતક આકારનો કુંજો
બથોડાં : તોફાનમસ્તી
બલોયાં : અસલી ચૂડલી (સંસ્કૃત ‘વલય’ પરથી)
બંકો: બહાદુર
બાઉઝત : બાઉના અથવા બાઉ કુળના પુત્ર
બાઘોલું : દિગ્મૂઢ
બાટકવું: લડવું
બાટાચૂટ : ઝપાઝપી
બાધી : બધી
બાનડી : બાંદી, દાસી
બાવળો : જેના ચારે પગ અને ગરદન સફેદ હોય, ને શરીરના શ્વેત રંગપર રાતી ભાત હોય તે પ્રાણીનો રંગ ‘બાવળો’ કહેવાય
બાંડિયો : ઠીંગણો
બીઠું : બેઠું
બુંબાડ : બુમરાણ, રીડિયામણ
બૂડી : ભાલાનો નીચેલો છેડો
બૂંગણ : પાણકોરામાંથી સીવીને તૈયાર કરેલું મોટું પાથરણું, મોદ

બેરખ : આરબની પલટન
બેરી, ફૂલમાળ, રેશમ, વાંદર્ય, તાજણ : ગુણ-સ્વભાવ પ્રમાણે કાઠીઓમાં ઘોડીને અપાતાં કેટલાંક નામ.
બેલડી : યુગલ
બોકાસાં : ચીસો
બોખ : ડોલ, બાલદી
બોઘરાં : પિત્તળનાં બનેલાં દૂધ દોહવાનાં વાસણ
ભગદાળું : ખાડો
ભટકાવું : અફળાવું
ભરખ : ભક્ષ
ભરણ : આંખમાં આંજવાની ચિમેડની દવા
ભલકારા : ‘ભલે! ભલે !’ કહીને શાબાશી દેવી
ભલકી : ભાલું
ભળકડું: વહેલી સવારનો થોડોક ઉજાસ, મોંસૂઝણું
ભળકડું (મોટું) : રાત્રિનો છેલ્લો પ્રહર
ભંભલી : પાણી રાખવાનો માટીનો મોટો ચંબુ
ભંભોલા : ફોલ્લા
ભાઠાળી : ભાઠાવાળી (ઘોડાની પીઠ ઉપર પલાણ ઘસવાથી જખમ પડે છે, તેને ભાઠું કહે છે.)
ભાઠો: પથ્થર
ભાણું: થાળી, વાસણ
ભાણું સાચવવું : કાળજીપૂર્વક જમાડવું
ભાતભાતના પારા : રંગબેરંગી મોટાં મોતી
ભાતલું : સવારનો નાસ્તો
ભાભી : ચારણ અને કાઠી કોમોમાં ભાઈની ભાભી ન કહે, નામથી બોલાવે ભાભી સંબોધન અપમાન કારક ગણાય.
ભારથ : યુદ્ધ (મહાભારત પરથી)