પૃષ્ઠ:Rasdhar5.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
200
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

મીઠો મહેરામણ : મીઠા જળથી ભરપૂર સમુદ્ર, મહેરામણ મહાર્ણવ
મીંડલા : માથાના વાળની બંને બાજુ ગૂંથેલા વાળના ગુચ્છ
મૂઠ : તલવારનો હાથો
મૂલ : મજૂરીના પૈસા
મૂંડકી : ઘોડાના કાઠાનો, મુગટ આકારનો મુખ-ભાગ
મેરનું ફૂમકું : મુખ્ય પારાનું ફૂમતું
મેરાબ : મસ્જિદમાં નમાજની જગ્યા સામેની ક-આ-બાની આકૃતિ
મેલા (દેવતા) : અમંગળ દેવ
મેલાં પેટ : કૂડકપટ
મેલીકા૨ : લૂંટારાની ટોળી
મેંગળ : હાથી.
મોકળા : છૂટા.
મોડબંધો : વરરાજા – જેને માથે હજુ મોડિયો (લગ્નનો મુગટ) બાંધેલો હોય
મોટું ભળકડું : વહેલી પરોઢનો સમય
મોટેરા : વડીલ
મોઢા આગળ : મોખરે
મોતનાં પરિયાણ : મોત પ્રતિ પ્રયાણ, મોતની તૈયારી
મોરડો : ઘોડાના મોં પરનો શણગાર
મોરાં : આકૃતિ, છબી
મોર્ય : આગળ
મોવડ : ઘોડાના મોઢા પરનું ઘરેણું
મોસરિયું : દાબી લપેટી માથા પર બાંધી લેવાનું કપડું
મોસાળું : પરણનાર વર કે કન્યાના માતાના પિયરથી માતાને જે ભેટ આવે તે (માતાના મહિયરથી આવે એ મામેરું)
મોળપઃ ફિક્કાશ

મોળો : નબળો
મોંસૂઝણું: મોં સૂઝે તેટલો જ પ્રકાશ હોય તેવો પ્રભાતનો સમય
રખેલિયો : સીમનો રખેવાળ
રજકો : પશુને ખવરાવવાનું વાડીમાં કરેલું ચારોલું
રજાઈ : ભાતીગળ ગોદડું
રણસગો : માણસ મૃત્યુ પામે એ જગ્યાએ એક-એક પથ્થર મૂકીને કરવામાં આવતો ઢગલો, પાળિયાનો એક પ્રકાર
રવાજ : રાવળ લોકોનું વાદ્ય
રંગાડા : કડાંવાળા, પહોળા મોંવાળા ચરુ (રંગેડા ઉપરથી)
૨ંડવાળ્ય : રાંડરાંડ
રાચ : વસ્તુ, જણશ
રાજીપો : રાજીખુશીથી
રાઠોડી હાથ : જોરદાર ભુજાઓ
રાત રાખવો : અધવચ્ચે રખડાવવો
રાતબ : ઘોડાને ખવરાવવામાં આવતાં ઘી-ગોળ
રાતવળા મૉત : બીજા કોઈ ન જોઈ શકે એવું પોતાનું મૃત્યુ
રાતીચોળ ચટકી : લાલ રંગની ટશર. આંખના નાક પાસેના ખૂણામાં જે રતાશ હોય. એ નારીના સૌંદર્ય અને નરવાઈ સૂચવે છે.
રાબ : જુવારને ભરડી, પાતળી. પાણી જેવી રાંધી, મીઠું નાખી પિવાય છે.
રામપાતર : માટીનું નાનું પાત્ર, શકોરું.
રાશ : બળદની લગામ (સંસ્કૃત ‘રશ્મિ' પરથી)
રાશવા : બળદની લગામ જેટલે દૂર