પૃષ્ઠ:Rasdhar5.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરઠી બોલીની કોશ
201
 

રાંગમાં : બે પગ વચ્ચે (ઘોડી ઉપર બેઠેલ માણસને માટે કહેવાય કે એની રાંગમાં ઘોડી છે.)
રાંઢવું : દોરડું
રાંપી : ચામડાં કાપવાનું મોચીનું ઓજાર
રીડિયારમણ : બૂમાબૂમ
રૂડપ: સુંદરતા
રૂપાના સરલ : પુરુષના હાથનું ઘરેણું
રૂંવે રૂંવે : રોમે રોમે
રેગાડા : ધારાઓ
રેણાક : વસવાટ
રોગી સોપારી જેવો : ગોળ સોપારી જેવો ઠીંગણો
રોંઢાટાણું : મધ્યાહ્ન પછીનો સમય
લકૂંબઝકૂંબક : ફળથી લચી પડેલું
લખણું : છૂટાછેડાનું લખત
લખી : વાંદરી જેમ શરીર વીંડોળીને ઠેકડે કૂદતી ઘોડીનું નામ
લટૂરિયાં : વાળની લટો
લબાચા : સરસામાન
લંગર : બેડી
લાલ કીડિયાભાતની પછેડી : લાલ ગવનની ચૂંદડી (કન્યા માહ્યરામાં બેસે ત્યારે પાનેતરની લાજ કાઢવી માથે મોડિયા મૂકે, મોડિયા ઉપર ગવનની ચૂંદડી ઓઢાડી તેની લાજ કઢાવે – આમ બે ઘૂમટા થાય છે.)
લાંપડિયાળ : લાંપડા નામના ઘાસવાળી
લીરો : કાપડનો ફાટેલો ટુકડો
લૂણહરામી : નિમકહરામી, દગાબાજ
લેરે જાતું જોબન : ખીલતી જુવાની
લોઢ : મોજાં
લોથ: મુડદું

લોંઠકાઃ બળવાન
વખાની મારી : દુઃખની મારી
વગદ્યાં : વિલંબ કરવાનાં બહાનાં
વગાડવું : ઇજા કરવી, મારવું
વગોવવું : નિંદવું
વજ્રબાણ છોડવા : મહેણાંટોણાં મારવા
વાટાવવું : ઓળંગવું
વડલી : વડ
વડારણ : દાસી
વડિયો : સમોવડિયો
વદાડ : કરાર
વધારવું : વધેરવું, કાપવું
વધાવાના : ચાંદલાના, હાથગરણાના
વરતાવું : જાણવું
વરૂડી : વરૂવડી દેવી (જુઓ વાર્તા “રા’નવઘણ”)
વશેકાઈ : વિશિષ્ટતા
વસતીની વેલડી કોળાવી મૂકવી : સ્થળનો પુનર્વસવાટ કરાવવો
વસ્તાર : ઓલાદ
વહરું : કદરૂપું, બિહામણું
વળોટવું : ઓળંગવું
વાઈ (તરવાર) : મારી
વાગડના ધણી : આહીર જાતિ અસલ કચ્છ-વાગડમાંથી આવેલી હોવાથી આહીરને ‘વાગડના ધણી’ કહી બિરદાવાય છે.
વાગડિયા બળદ : ઉત્તર ગુજરાતના વાગડ-વઢિયાર પ્રદેશના બળદ; એ ઓલાદ ઉત્તમ ગણાય છે.
વાઘ : ઘોડાની લગામ
વાઘિયા : લગામના બંને બાજુના બે પટ્ટા
વાજ: વેગથી