પૃષ્ઠ:Rasdhar5.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
202
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

વાજાં : (1) ઘોડાં, (2) વાજિંત્રો
વાજોવાજ : વેગથી
વારણાં : મીઠડાં
વારવું : અટકાવવું
વાળાક : વાળા રાજપૂત અને વાળા કાઠીઓનો પ્રદેશ
વાંઢ્યો : દુકાળમાં ઢોરઢાંખર, ઘરવખરી સાથે સલામત પ્રદેશમાં હિજરત કરે તે
વાંધાળું : વાંધા-વચકાવાળું, તકરારી
વાંસળી : રૂપિયા રાખવાની સાંકડી થેલી કે જે કમરની આસપાસ બંધાય છે.
વાંભ : (1) ગાયભેંસોને બોલાવવાની ગોવાળોની બૂમ, (2) લંબાવેલા બે હાથ જેટલું માપ
વીજળી : તલવાર
વીયા : સંતાન
વેકરો : રેતી
વેઢ : ફેરવીને નાનું-મોટું થાય તેવું આંગળીનું ઘરેણું, ફેરવો (ભારતની તળપદ જાતિઓના પુરુષો વિશેષ પહેરે છે)
વેણ્ય : નાની નદી
વેધ વચકા : રિસામણાં, મનદુ:ખ
વેન : હઠ
વેંતવા : વેંત જેટલું
વોડકું : પહેલી જ વખત વિંયાવાની તૈયારી હોય તે ગાય
વોળાવિયા : મુસાફરીમાં રખેવાળ
વોંકળો : નહેર, નાની નદી
વ્યાળું : વાળુ, રાત્રિનું ભોજન
વ્રહમંડ : બ્રહ્માંડ, આકાશ
શાદૂળો : સિંહ (શાર્દૂલ પરથી)
શામધર્મ : સ્વામી-ધર્મ, નિમકહલાલી

શેલાયું (નોંજણું) : દોહતી વખતે ગાયના પાછલા પગ બાંધવાનું ટૂંકું દોરડું. પગ છોલાય નહીં માટે એ ગાયપુચ્છ કે બકરીના વાળમાંથી બનાવે (શેળાયું પરથી)
સગતળિયું : જોડાની અંદરનું પાતળું અસ્તર
સનકારા : આંખોના ઉલાળા, ઇશારા
સફરી : (સફર કરના૨) વહાણ
સમ વરળક : ભાલાના ચમકારાનું દૃશ્યાત્મક વર્ણન
સમણવું : વીંઝવું
સમસ્યા : સંકેત, યુક્તિ
સમો: સમય
સરગાપર : સ્વર્ગ
સંચોડા : કુલઝપટ
સંજળ : જળથી ભરપૂર
સાબદી : તૈયાર
સામધર્મ : સ્વામીભક્તિ
સાં : છાયા
સાંકળ : ડોક
સાંગ : ભાલાને મળતું શસ્ત્ર
સાંઢ્ય : સાંઢણી.
સાંતી: એકસો વીઘાં જમીન, (25 વીઘા = એક એકર), એક ખેડૂત એકલપંડ્યે, એક હળ ખેડી, વાવી, લણી શકે તેટલી જમીન
સિસકારો : દાંતમાંથી નીકળતો વેદના-સ્વર
સીરખ : (1) પરણતી વખતે કાઠિયાણી પહેરે છે તે પાનેતર, (2) બનાત
સીસાણો : સીંચાણો, બાજ, શકરો બાજ
સુખડી : ભાતું, ટીમણ
સુખડું : મીઠાઈ
સુગલો : આનંદ
સુરાપરી : સ્વર્ગાપુર