પૃષ્ઠ:Rasdhar5.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સોરઠી બોલીનો કોશ
203
 

સુવાણ : આરામ
સૂરજ-દેવળ : થાન પાસેનું સૂર્યદેવનું મંદિર; કાઠીઓના ઇષ્ટદેવનું નામ
સૂરાપૂરાનું પતરું : કુળદેવતાઓની આકૃતિવાળું ચાંદીનું પતરું જે સ્ત્રીઓ ડોકમાં પહેરે છે
સેંસોટ: શરણાઈના સૂર
સોજીર : સોલ્જરને કાઠિયાવાડીઓ ‘સોજીર’ કહેતા, જેમ કે વાઘેરોને વિષે દુહો કહેવાય છે : માણેક સીચોડો માડિયો, /ધધકે લોહીની ધાર,/ સોજીરની કીધી શેરડી,/વાઘેર ભરડે વાડ.
સોટી જેવા ગૂડા : પાતળા પગ
સોણું : સ્વપ્ન
સોતી : સહિત
સોપો : સુષુપ્તિ (તે પરથી રાત્રિએ સર્વ ગામલોકો સૂઈ ગયા હોય તે સમયને સોપો પડી ગયો કહેવાય છે.)
સોંડાવવું : સાથે તેડી જવું, નિમંત્રવું (લગ્નમાં)
સોંધો : કાળો, ચીકણો અને સુગંધી, હાથે બનાવેલો ‘પોમેડ’ જેવો વાળ માટેનો કાળો લેપ
સોંયરું : સૂરમો
સોંસરી : આરપાર
હડી : દોટ
હથાળો : દૃઢ.
હથેવાળો : હસ્તમેળાપ, લગ્ન

હનો : ઘોડેસવારની ચીજો રાખવા માટેનું ખાનું (ઘોડાના પલાણમાં)
હરમત : હિમ્મત
હરામ : ત્યાજ્ય, અગરાજ
હરીસો : કાઠી લોકોનું એક જાતનું પકવાન
હલક્યા : ઊમટ્યા
હાકલો : હાકલ
હાથગણું : હાથગરણું, લગ્નપ્રસંગે અપાતો ચાંદલો
હાથલા થોર : એક જાતનો થૂવર જેને હાથના પંજા જેવડાં પાંદડાં થાય છે.
હાવળ : ઘોડાનો હણહણાટ
હાંસડી : ડોકે પહેરવાનો, રૂપાનો વાળો
હિલોળવું : ઝુલાવવું
હિંગતોળ : વાણિયો (તિરસ્કારમાં)
હીણું : નબળું, દૂબળું
હુલાવવું : ઘોંચવું
હઠવાસ : નદી જે દિશામાં વહેતી હોય તે દિશા, નીચો વાસબ
હેઠળ : નીચે
હેડ્ય (ગાડાંની) : હાર્ય, સમૂહ
હેબતાવું : ચકિત બનીને અચકાવવું
હેમખેમ : ક્ષેમકુશલ
હેમવરણું : સુવર્ણરંગી
હેલ્ય: બેડું
હૈયાફૂટું : ભૂલકણું