પૃષ્ઠ:Rasdhar5.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
206
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

કવિતા અને બધા અલંકારો ઘરની નારી પર ઢોળી રહ્યો છે : સ્ત્રીના રૂપગુણનાં વખાણ કરે છે.
કસું તૂટવી : ઉમળકો આવવો (ઉમળકો આવે તે વખતે અંગરખો પહેર્યો હોય તેની કસો છાતી ફૂલવાથી તૂટી જાય)
કળાઈ આવવું : જણાઈ આવવું
કાપડાની કોર માગવી : ભાઈ પાસેથી બહેન વચન માગી લે તે
કામ આવવું : ધીંગાણે મરાવું
કામ રહેવું : અધવચ્ચે મુશ્કેલીમાં મુકાવું, અંતરિયાળ રહી જવું
કાયા ઉપર ગલ ઊપડતા આવે : શરીર ઉપર તેજસ્વી ભાત ઊપડતી આવે.
કાયાના કટકે કટકા કરી નાખવા : શરીરના પ્રત્યેક અવયવને અનેક રીતે મરડીને કસરત કરવી
કાળ ઊતરી : દુષ્કાળ પાર કરી જવાય
કાળજું ઠરીને હિમ થવું : હૃદયમાં ટાઢક થવી
કાળને અને હાથને એક વેંત છેટું : મૃત્યુ અત્યંત નજીક હોવું
કાળી આગ લાગવી:પેટમાં અસહ્ય બળતરા થવી
કાળી લાયનું કાપડું : કાળા રેશમી ગજકનું કાપડું
કાંડાં બાંધવાં : પ્રતિજ્ઞા લેવી
કાંધ મારવું : ગરદન કાપવી
કાંબી : સ્ત્રીના પગમાં પહેરવાનું રૂપાનું ઘરેણું
કીડી માથે કુંજરનાં કટક : નિર્બળ ઉપર બળવાનની ચડાઈ
કૂતરાના મોતે મરવું : રિબાઈને મૃત્યુ પામવું
કેટલી વીસે સો થાય : કેટલી મુશ્કેલી પડે

કોણીનો ગોળ : મુશ્કેલ કાર્ય (કોણી પર લાગેલો ગોળ જીભ વતી લઈ શકાતો નથી તે પરથી)
કોરે કાગળ સહીયું કરી આપવી: બધી છૂટ આપવી
ખડિયામાં ખાંપણ અને મોઢામાં તુળસી : મૃત્યુ માટેની તૈયારી. પૂર્વે વીર નરો ચાહે ત્યારે મરણ
પામવાની સંભવિતતાને લીધે પોતાની થેલીમાં કફન અને મુખમાં તુલસીપત્ર લઈને જ નીકળતા.
ખાસડાં હોજો : ફિટકાર હજો
ખોરડું ઉજાળવા આવવું : વંશવેલો જાળવવા, કુળની આબરૂ સાચવવા આવવું
ગળત કરી જવું : અનધિકાર રાખી લેવું
ગળે ઘૂંટડો ઉતારવો : ખાતરી કરાવવી, સમજ પાડવી
ગા’ ખા : ગાયનું માંસ ખા (એક જાતના હિંદુ શપથ)
ગા’ના ગાળા છૂટવા દે : પ્રભાત થવા દે (પ્રભાતે ગાયોનાં બંધન છૂટે છે.)
ગા વાળે ઇ અરજણ : ગાયોને છોડાવવાનો રાજપૂત ધર્મ બજાવવો (તેરમા વરસના છૂપા વનવાસ
દરમ્યાન પાંડવોને પ્રગટ થઈ જવાની ફરજ પાડવા કૌરવોએ ગાયોને બળજબરીથી લઈ જવાનું ગોઠવ્યું હતું, જેથી અર્જુન પોતાનો ક્ષત્રિયધર્મ બજાવવા પ્રગટ થઈ જાય : ગાયોને બચાવ્યા વિના ન રહી શકે તે અર્જુન જ હોવાનો, એ યુક્તિ-પ્રસંગ પરથી)
ગાડાં ઠાંસી દેવાં : ગાડાં આડશરૂપે ગોઠવી દેવાં