પૃષ્ઠ:Rasdhar5.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
212
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

મોજના તોરા છૂટવા : હર્ષાવેશમાં બક્ષિસો કરવાની ઇચ્છા થવી
મોઢા પર મશ ઢળવી : શરમિંદા બનવું
મોઢું કાઢવું : અણી બહાર નીકળવી, કુંભસ્થળ ભેદાઈ જવું
મોઢે થવું : રૂબરૂ મળવું
મોઢે લોટ ઊડતો આવવો : (અત્યંત જોશભેર દોડ્યા જતા માણસને મોંએથી જે ધસારાબંધ શ્વાસ નીકળે છે, તે જાણે કે લોટ ઊડતો હોય, એ પરથી) જોશભેર દોડ્યા જવું
મોણ ઘાલવું : અતિશયોક્તિના રંગ પુરવા
મોળપ કહેવાવા ન દેવી : હીણું દેખાવા ન દેવું
મોં ભરાઈ જવું : સંતોષ થઈ જવો
મોં વાળવું : મોઢું ઢાંકીને રડવું
રજપૂતી આંટો લઈ ગઈ છે : રજપૂતાઈનો ધર્મ બરોબર પાળે છે
‘રા’ રખતી વાત કરજે’ : જે કરે તે, પણ રા’ નવઘણને રાખીને કરજે (રખતી: રાખીને)
રાત ભાંગવી : અરધી રાત પછીનો સમય
રાતે પાણીએ રોવા લાગી : અંતર વલોવતી, વેદનાપૂર્વક રડવા લાગી.
રાબછાશે ડાહી : રસોઈ કરવામાં નિપુણ
રાંગ વાળવી : ઘોડા ઉપર ચડવું
રુંઝ્યું રડ્યે : સાંજે અંધકારની શરૂઆતની વેળા, ઝાલરટાણું
રૂંવાડું ધગવું : ઉશ્કેરાવું, ચાનક ચડવી
રૂંવાડું પારખવું : સ્પર્શમાત્રથી ઇચ્છા સમજી જવી
રૂંવાડે રૂંવાડે કુળનું નામ લખાઈ જવું : રોમરોમમાં કુળનું લોહી ફરકવું

રૂંવાડે રૂંવાડે જુવાની : રોમરોમમાં યુવાનીનો તરવરાટ
રોળાઈ-ટોળાઈ જવું : વાતની ગંભીરતા ઉડાડી નાખવી
લબાચા વીંખવા : માલસામાન વેરવિખેર કરીને આબરૂ લેવી
લાખ વાતેય : ગમે તેટલે ભોગે
લાડ ઉતારવા : ખુવાર કરવો
લાપસીનાં આંધણ મુકાવાં : શુભ પ્રસંગની ઉજવણી થવી.
લાંબે ગામતરે : લાંબા સમય માટે બહારગામ જવું તે
લીલો કંચન જેવો : અત્યંત લીલો એટલે ઊંચી જાતનો (બાજરો)
લૂગડે બાંધી બાંધીને પાણી લાવવું : કપડું પાણીમાં બોળી નિચોવી લઈને પાણી ભેગું કરવું
લોઢે મોત : લડતાં લડતાં તલવારથી મૃત્યુ, સામે મોઢે મૃત્યુ
લોહી છાંટવું : પોતાનાં અંગ કાપી આપવાં, ત્રાગાં કરવાં
લોહી-માંસ વસૂલ કરવાં : પૂરેપૂરો બદલો લેવો
લોંચ ખવરાવવી : ઘોડાને બાજુ ઉપર વાળવો
વટક વળવું : બદલો લેવાઈ જવો, હિસાબ પતી જવો
વડ્યે વાદ : સરખી શક્તિવાળા માણસની સાથે જ વિવાદ શોભે
વડાને વકરા ન શોભે : મોટાને અભિમાન ન શોભે
વહાલાંમાં વેર કરાવવું : સ્નેહીઓમાં વિખવાદ કરાવવો
વહેતી મૂકવી : દોડાવવી