પૃષ્ઠ:Rasdhar5.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કાઠી અને ચારણી બોલીની ખાસિયતો

1. નામો

(ક) કાઠી બોલીમાં નાન્યતર જાતિ નથી; જુઓ :
ફુલેકું : ફુલેકો
ધીંગાણું : ધીંગાણો
પૂંછડું : પૂંછડો

(ખ) સર્વનામની માફક નામોમાં પણ બીજી વિભક્તિનો પ્રત્યય ‘ને’ નહિ, પણ ‘હી’ છે :

ગરીબને : ગરીબહી

2. સર્વનામ

મૂળ ગુજરાતી શબ્દ
હું
મને
મારો
અમારો
તને
તમને
તારો
તમારો
તેને
એને
એની
કોણ
કોણે
કોનો
શું

શાનો

કાઠી પ્રયોગ
હું
મોહે
માળો
અમાણો
તોંહે
તમુંહેં
તાળો
તમાણો
ત્યાંહી
યાને
યાની
કમણ
કમણે
કમણાનો
કાણું

કાણાનો

ચારણી પ્રયોગ
મું
મુંહેં
મોળો
અમણો
તુંહે
તમુંહેં
તોળો
તમણો
ત્યાહેં
યાહેં
યાની
કમણ
કમણે
કમણો
કીં

કેવાનો


214