પૃષ્ઠ:Rasdhar5.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બહારવટિયો
23
 

દેવો છે, હો ! ભલે ત્યાં કટકા થઈ જઈએ!”

“મોટાભાઈ ! મૂંઝાઓ મા. આ વખત છેલ્લી વારના જુવાર કરીને જ નીકળ્યો છું અને અબળખા નથી રહી. ગળગળ આવી ગયા છીએ. આજ તો એને મારીને એના રુધિરમાં આપણી દાઢી-મૂછોના કાતર્યા ભીંજવવા છે."

“ટીંટોઈની જાગીરનું એક છોકરું પણ જીવતું રહે ત્યાં સુધી ઈડરના ધણી નીંદર ન કરી શકે, એવી રીતે આજ મરી જાણવું છે, હો ભાઈ !”

“બહુ સારું, ભાઈ ! અહાહાહા ! પણ આ શો મામલો ? ગઢનો કાંગરે કાંગરો ને ઝાડની ડાળીએ ડાળી આજ સજીવન કાં ? કાળી રાતે ક્યાંય નહિ ને જોધપરિયા સાથે વીજળી કાં ગડથોલાં ખાય ?"

“અરે, પણ સીમાડે ક્યાંય એંધાણ નહિ ને શહેરમાં આ મેઘાડમ્બર ને વાવાઝોડું ક્યાંથી ?”

બંને જણા અજાયબીમાં ગરકાવ થઈ ગયા. ગગનના કડાકા સાંભળી બંનેની વજ્ર-શી છાતી પણ થડક થડક થઈ વાદળના વાજિંત્ર સાથે તાલ દેવા લાગી ગઈ. અજવાસના ઝબકારામાં બંનેની આંખો અંજાઈ જવા લાગી, થોડી વારમાં તો સાંઢિયો ઈડરના દરવાજા પાસે આવીને ઊભો રહ્યો, અને આગલા અસવારે દરવાનને હાક દઈ પૂછ્યું : “આ બધું શું છે આજ ?” ઉઘાડી તરવારે ટહેલતા પહેરેગીરે ટૂંકોટચ ઉત્તર દીધો : “રાવસાહેબને માથે વીજળી પડનારી છે.”

“કોણે કહ્યું ?”

“અમરેલી ગામના જોશીએ.”

“ક્યાં છે રાવ?”

“જોધપરિયાના ભોંયરામાં.”

“કોણ કોણ છે સાથે?"

“હતા તો પાંચસો, પણ અટાણે પાંચ રહ્યા – તે પણ આઘેરા જઈ બેઠા છે.”

“ઉમેદા ! સાંઢિયાને હાંકી લે જોધપરે !” એમ કહી કલ્યાણસંગ પાછલા કાઠામાં ટટાર થઈ ગયો. જોધપરિયા માથે ઊંટ વહેતો થયો. કોટને