પૃષ્ઠ:Rasdhar5.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
46
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

એટલે દેખીપેખીને અપશુકનનાં પગલાં શીદ ભરીએ ?”

“અરે ભાઈ, ક્યાં આપણે લગ્ન કરવાં છે તે શુકન-અપશુકન જોવા બેસીએ ? અને મારે આટલાં માણસોને ખવરાવવું શું ? તેમ ગારિયાધાર વગર ખડિયા પણ ભરાય તેવું નથી.”

તે દિવસ સાંજનો પહોર નમતો હતો. બીજે દિવસે ગારિયાધાર લૂંટવાનું નક્કી થયું. હીપા ખુમાણે નાનેરા દીકરાને હુકમ દીધો કે “ભાઈ ચાંપા, તું રાજકોટ જઈને ઘેર ખરચી દઈ આવીશ ?”

“એક શરતે, બાપુ !”

“શું ?”

“કે મારા આવ્યા પહેલાં ગારિયાધાર ઉપર જો તમે જાઓ તો અમને આપા દેવાનું દેવસું !” દીકરાએ સંત દેવાના સોગન દીધા.

“ભલે, બા, જા, વે’લો વળી નીકળજે.”

રૂપિયા આપવા ચાંપો બરાબર દીવાટાણું વીત્યા પછી ગામમાં પહોંચ્યો. અઢાર વરસના દીકરાના દીકરાને આટલી રઝળપાટ પછી ઘેર આવેલ દેખીને એની માં ને એનાં ફુઈ ઘેલાં ઘેલાં થઈ ગયાં. ફુઈ સમાચાર પૂછવા લાગ્યાં : “બાપ ! તારા બાપુને પંડ્યે સુવાણ છે ? મોટો ભાઈ મૂંઝાતો નથી ને ?”

એવા એવા સવાલો કરે છે, ત્યાં થાણાવાળો સિપાઈ આવ્યો. આવીને કહે : “ફુઈ, આ છાલિયામાં કઢી આપો તો ! અને મે’માન કોણ આવેલ છે ?”

“ઈ તો મારી બેનનો દીકરો છે.” એમ કહીને ચાંપાની માએ ચાંપાની વહુને કહ્યું: “લે, દીકરી, આ છાલિયામાં જમાદાર સારુ કઢી લઈ આવ્ય.”

ચતુર નારી સમજી ગઈ. ઓરડામાં જઈ ને એણે તાપણામાંથી ડોલરના ફૂલ જેવું ધોળું ઘી તાંસળીમાં ભર્યું. તાંસળી એણે સિપાઈના હાથમાં દીધી : “લ્યો જમાદાર, કઢી.”

સિપાઈએ અંધારી રાત્રે તાંસળીમાં સફેદ ઘી ચળકતું દીઠું. સિપાઈનું મોઢું ભાંગી ગયું. એણે વગરપૂછ્યું કહ્યું કે “ફુઈ, જે મે’માન હોય તે રાત ભલે રોકાય, પણ સવારે વે’લું ગામ મેલી દ્યે એટલું કરજો, નીકર અમારો