પૃષ્ઠ:Rasdhar5.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભીમો ગરણિયો
67
 

લેખ લખાણો.

“હવે લાવો પહેરામણી.”

પોશાક આવ્યો, લાટપાટા શણગારેલી ઘોડી આવી. હીરની સરક બેય બાજુ હીંડોળતી આવે છે; સાચા કિનખાબના આગેવાળ અને જેરબંધ ઘોડીની ગરદને શોભી રહ્યાં છે; કોઈ કુશળ વેપારીએ લેખણ ઘડી હોય એવી કાનોટી ઘોડીને રહી ગઈ છે; અને જેમ કોઈ આણાત કાઠિયાણી લાજના ઘૂમટો તાણતી હોય તેમ ઘોડીની કાનસૂરીની અવળ સવળ દોઢ્ય ચડી રહી છે.

ગરણિયાને પોશાક પહેરાવ્યો અને પછી ઘોડીની સરક હાથમાં આપી મહારાજે આયરનો વાંસો થાબડ્યો; બોલ્યા : “ભીમા ગરણિયા ! તમારી વૃદ્ધ અવસ્થા છે એટલે તમારે કાંઈ નોકરી નથી કરવાની. ખાવ, પીઓ. અને આનંદ કરો.”

બાર મહિના ચાલે તેટલું પલાણિયા વીડમાંથી ખડ અને દસ કળશી બાજરો મહારાજે ભેળાં મોકલાવ્યાં. અસવારો જઈને વાજતેગાજતે ભીમાને સાતપડે મૂકી આવ્યા.

આજ પણ એના વંશજો ગરાસ ખાય છે.

સીમાડે સરપ ચિરાણો

થા એવી ચાલે છે કે જૂનાગઢ તાબે માણેકવાડા અને મઘરવાડા નામનાં ચારણ લોકોનાં બે ગામ છે. બન્ને વચ્ચે સીમાડાનો કજિયો હતો. વારંવાર જરીફો માપણી કરવા આવતા પરંતુ ટંટો ટળતો ન હતો. એક દિવસ બંને પક્ષો સીમાડો કાઢવા માટે સીમમાં ઊભા છે. કોઈ એકમત થતો નથી. લાકડીઓ ઊડવા જેટલો ઉશ્કેરાટ થઈ ગયો છે : તે વખતે તેઓએ સામેથી એક જબરજસ્ત સર્પને આવતો દીઠો. કોઈકે મશ્કરીમાં કહ્યું કે ‘ભાઈ, આ નાગદેવતાને જ કહીએ કે આપણો સીમાડો વહેંચી આપો.’ તરત જ બંને પક્ષો હાથ જોડીને સર્વને સંબોધીને એકસામટા બોલી ઊઠ્યા : હે બાપા ! સાચી વાત છે. તમે દેવ-પ્રાણી છો. વહેંચી દ્યો અમારો સીમાડો. તમારા શરીરનો લીટો પડે, એ અમારા સીમાડા તરીકે કબૂલ છે.’

સાંભળીને તરત જ એ ફણધર થંભ્યો, વાંકીચૂંકી ચાલ છોડીને એણે સીધું સોટી