પૃષ્ઠ:Rasdhar5.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રખાવટ

કુંકાવાવ ગામના અવેડા ઉપર પચીસ ઘોડાં ચહક ચહક પાણી પીએ છે. અસવારે ઢીલી મેલી દીધેલી લગામો પાણીમાં પલળી રહી છે. ઘોડાનાં શરીર પરસેવે રેબઝેબ છે, તેમ જ સવારોના કપડાં પણ ભીંજાઈ ગયાં છે. આખી વહાર કોઈ પંદર-વીસ ગાઉનો લાંબો પંથ કરીને ચાલી આવતી લાગે છે. પ્રાગડના દોરા ફૂટતા હોવાથી કુંકાવાવ ગામના ખેડુઓ સાંતી જોડી વૈશાખ મહિનાને ટાઢે પહોરે ખેતર ખેડવા માટે ઉતાવળે ઉતાવળ ચાલ્યા જાય છે.

“આંહીંથી દેરડી હજી કેટલી રહી ?” અસવારોમાં જે મોવડી હતો તેણે થાકેલા અવાજે પોતાના સાથીઓને પૂછ્યું.

“બાપુ, દેરડી હજી ત્રણ ગાઉ આવી રહી.” પાસવાનોએ જવાબ દીધો. દેરડી ગોંડળ રાજનું ગામ છે.

“ઓહોહો ! હજી ત્રણ ગાઉ !”

“બાપુ, ઘોડાં દબાવ્યાં એટલે દેરડી આવ્યું સમજો ! ને જરા ચોંપથી લીધ્યે જશું.”

“પણ, ભાઈ, મને તો ચાર દિ’ની લાંઘણ હોય એવી ભૂખ લાગી છે. હવે રગું ત્રુટે છે.” ભૂખ્યા થયેલા જુવાન સરદારે એમ કહીને બગાસું ખાધું. એની આંખમાં અંધારાં આવી ગયાં.

“ખમા બાપુને ! હવે દેરડી ઢૂકડી જ છે બાપુ વાટ જ જોતા હશે. જાતાવેંત શિરામણી ઉપર બેસી જઈએ. અહીં અંતરિયાળ તો બીજું શું થાય ?”

આમ વાતો થાય છે અને ઘોડાં પાણી ચસકાવી ચસકાવીને લાદ કરે છે ત્યાં એક ખેડૂતે પોતાનું સાંતી ઊભું રાખ્યું. પાછલા અસવારને પૂછી

69