પૃષ્ઠ:Rasdhar 2 - A.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ધૂંધળીનાથ અને સિદ્ધનાથ

સિદ્ધનાથ ! બચ્ચા ! દોડ, ઓલી કુંભારણને ચેતાવ, માંડે ભાગવા, પાછું વાળીને ન જોવે હો : આજ હું પ્રેહપાટણને પલટાવું છું."

એટલું કહેતાં તો આશ્રમ કાંપ્યો. ઝાડવાં ધૂણ્યાં. અને ત્રાહિ !ત્રાહિ ! પોકારતો સિદ્ધનાથ હાથ જોડીને કરગરે છે કે "ગુરુદેવ !ગુરુદેવ ! તપસ્યાનાં પુણ્ય એમ નથી ખોંવાં. અરે બાપુ ! માનવીઓ તો બધાંય માટીનાં એનાં પેટ છીછરાં જ હોય. એની સામું ન જોવાય. આપણા ભેખ સામે જુઓ.ગજબ કરો મા ! લાખ્ખોની હ યા, નિસાસા, કલ્પાંત : કેમ જોયાં ને સાંભળ્યાં જાશે, ગુરુદેવ ?"

પણ ગુરુ વાર્યા ન રહ્યા. તપસ્યાને મંડ્યા હોમવા. હાથમાં ખપ્પર ઉપાડયું; ધરતી રોતી હોય એવું ધીરું ધણેણવા લાગી, ડુંગર ડોલ્યા. દિશાના પડદા ફાડીને પવન વછૂટવા લાગ્યા. છેલ્લી વાર ગુરુએ કહ્યું : "સિદ્ધનાથ ! હવે કમાનમાંથી તીર છૂટે છે, દોડ, દોડ, કુંભારણને ચેતાવ, માંડે ભાગવા, પાછું ન જુએ, નહિ તો સૂકાં ભેળાં લીલાંય બળશે, બચ્ચા !"

સિદ્ધનાથે દોટ દીધી, પોતાને રોજ રોટલા ઘડી દેનારી માડીને ચેતાવી, છોકરાને આંગળીએ લઈ ડેોસી ભાગે છે, અને આંહીં પાછળ ધૂંધવાયેલો ધૂંધળીનાથ હાથમાં ખપ્પર ઉપાડી પોતાની તમામ તપસ્યાને પોકારે છે : " ઓ ધરતી મૈયા !

પટ્ટણ સો દટ્ટણ ! અને માયા, સો મિટ્ટી !"

- એમ પોકારીને એણે ખપ્પર ઊંધુ વાળ્યું. વાળતાં જ વાયરા વછૂટ્યા, આંધી ચડી, વાદળાં તૂટી પડ્યાં, મોટા પહાડ મૂળમાંથી ઊપડી-ઊપડીને ઊંધા પટકાણા. પ્રેહપાટણ નગરી જીવતજાગત પૃથ્વીના પેટાળમાં દટાઈ ગઈ. એક