પૃષ્ઠ:Rasdhar 2 - A.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭

ધૂંધળીનાથ અને સિદ્ધનાથ

પાસે બેસીને જોંગદરે આંસુડાં ટપકાવ્યાં. ત્યાં ને ત્યાં એણે સમાધિ લીધી.

*

"આવાં અમારાં માલધારિયુંનાં ગપ્પાં, ભાઈ! મોરુકી વાતું હાલી આવે છે. અમે તે રાતને ટાઢે પો'રે ડોબાં ચારીએ, અને આવા ગપગોળા હાંકીને રાત વિતાડીએ."

એટલું બોલીને એ બુઢ્ઢો માલધારી પાછી ચલમ પેટાવી ધુમાડાના ગોટા કાઢવા લાગ્યો, અને લાલ લાલ આંખે મીટ માંડી રહ્યો. ધરતીના સીમાડા ઉપર કોઈ જોગીના જટાજૂટની લટો જેવી વાદળીઓ ઝૂલતી હતી. ઊગતો સૂરજ, કેાઈ અવધૂતની લાલઘૂમ આંખ રોતી રોતી બિડાતી હોય એવો, વાદળીએ વીંટાતો હતેા.