પૃષ્ઠ:Rasdhar 2 - A.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ર

૨૦

" પણ તું હજી સમજતી નથી લાગતી."

" કાં ? "

"વાંસે દા બળે છે, ખબર છે ને? સોળંકીએાએ જૂનાને માથે થાણું બેસાર્યું છે. એનો થાણદાર બાતમી મેળવી રહ્યો છે. ડિયાસનું વશબીજ આપણા ઘરમાં છે, એવી જો જાણ થાશે તો આપણું જડામૂળ કાઢશે."

"ફકર નહિ, મોરલીધરનાં રખવાળાં. તમતમારે છાનામાના કામે લાગી જાવ. આશરો આપ્યા પછી બીજા વિચાર જ ન હોય. તમારી સોડ્ય સેવનારીના પેટનું પાણી નહિ મરે ભલે સોળકિંયુંને થાણદાર જીવતું ચામડું ઉતારતો."

દેવાયત ડેલીએ ચાલ્યો ગયો અને આંહીં આહીરાણી માતા એના નવા બાળને અંગેઅંગે હાથ ફેરવતી, મેલના ગેાળા ઉતારતી ને પંપાળતી વહાલ કરવા લાગી :

"બાપા ! તું તો આઈ ખોડિયારનો, ગળધરાવાળીનો દીધેલો. તારી વાત મેં સાંભળી છે. તું તો રા' ડિયાસના ગઢનું રતન; તારાં વાંઝિયાં માવતરને ઘરે નવ સરઠુંનાં રાજપાટ હતાં. છતાં ચકલાંયે એના ઘરની ચણ્ય નો'તાં ચાખતાં. તારી માવડી અડવાણે પગે હાલીને અયાવેજ ગામે આઈખોડિયારને એારડે પહેાંચી'તી. ત્યાં એને માતાએ તું ખોળાનો ખૂંદતલ દીધેલો. દેવીનાં વરદાનથી તારાં ઓધાન રિયાં'તાં, અને મારા ફૂલ ! તારી માને તો તું જરાપણમાં જડેલો : મા તારી માગતી'તી કે :

દેવી દેને દીકરો, ( હું ) ખાંતે ખેલાવું,
જોબન જાતે નો જડ્યો, ( હવે ) જરપણે ઝુલાવું.

"ને તારાં તો એાધાન પણ કેવાં દોયલાં હતાં ! તું તો માનો દુશ્મન હતો, ડાયલા !" એમ કહીને આહીરાણીએ