પૃષ્ઠ:Rasdhar 2 - A.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬

રા' નવઘણ

સોંલકીની બાદશાહી વિરુદ્ધ તમે પટેલે ઊઠીને કાવતરાં માંડયાં છે કે ? "

" કાવતરું હોત તો સાચું શા સારુ કહી દેત ?"

" ત્યારે ?"

" મારે તો રાજભક્તિ દેખાડવી હતી, ડિયાસનો દીકરો મારે ઘરે ઊઝરતો નથી, પણ કેદમાં રાખેલ છે. એ મોટો થાત એટલે હું મારી જાણે જ દોરીને એની ગરદન સોળંકિયુંને સોંપી દેત. હું સોળંકીઓનો લૂણહરામી નથી."

આહીર ડાયરાને મનથી આજ ઉલ્કાપાત થઈ ગયેા લાગ્યો. કંઈકને દેવાયતના દેહના કટકેકટકા કરવાનું મન થયું. પણ ચોગરદમ સોલંકીએાની સમશેરો વીંટાઈ વળી હતી. ત્યાંથી કેાઈ ચસ દઈ શકે તેમ નહોતું.

"ત્યારે તો ઝાઝા રંગ તમને, આપા દેવાયત ! રાજ તમારી ભક્તિને ભૂલશે નહિ. નવઘણને તેડાવીને અમારે હવાલે કરો."

" ભલે બાપ ! અબઘડી ! લાવો દોતકલમ ! ઘર ઉપર કાગળ લખી દઉં."

દેવાયતે અક્ષરે પાડયા કે, "આયરાણી, નવઘણને બનાવીઠનાવી રાજની રીતે અહીં આ આવેલા આદમી હારે રવાના કરજે." વધુમાં ઉમેર્યું કે "રા' રખતી વાત કરજે."

" રા' રખતી વાત કરજે !" એવી સોરઠી ભાષાની સમસ્યામાં ગુજરાતના સોલંકીઓને ગમ પડી નહિ. સોલંકીના અસવારો હોંશે હોંશે પોતાના ધણીના બાળશત્રુનો કબજો કરવા દોડયા. જઈને આહીરાણીને આહીરનો સંદેશો દીધો. વાહણની મા બધું છલ વરતી ગઈ.

" હં-અ બાપુ ! અમે તો ઈ જ વાટ જોઈને બેઠાં'તાં;