પૃષ્ઠ:Rasdhar 2 - A.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫

રા' નવઘણ


આહીર ડાયરાએ છોકરાને એાળખ્યો. દેવાયતના મોઢાની એકેય રેખા બદલાતી નથી, એ દેખીને આહીરોનાં હૈયાં ફાટુંફાટું થઈ રહ્યાં. સોલંકીના થાણદારે છોકરાને ત્યાં ને ત્યાં વધેરી નાખ્યો. દેવાયતે સગી આંખો સામે દીકરાનો વધ દીઠો; પણ એની મુખમુદ્રામાં કયાંયે ઝાંખપ ન દેખાઈ.

ત્યાં તો ખૂટલ આહીરોએ સોલંકી થાણદારના કાન ફૂંકયા કે : "તમે દેવાયતને હજુ ઓળખતા નથી. નક્કી એણે નવઘણને સંતાડયો છે."

"ત્યારે આ હત્યા કોની થઈ ?"

"એના પોતાના છોકરાની."

"જૂઠી વાત, દેવાયત તો હસતો ઊભો હતો."

"દેવાયતને એવા સાત દીકરા હોત તો એ સાતેયને પણ સગે હાથે એ રેંસી નાખે. પોતાના ધર્મને ખાતર દેવાયત લાગણી વિનાનો પથ્થર બની શકે."

"ત્યારે હવે શી રીતે ખાતરી કરીશું ?"

"બોલાવો દેવાયતની ધણિયાણીને, અને એના પગ નીચે આ કપાયેલા માથાની આંખો ચંપાવો. જો ખરેખર આ એના પેટના જણ્યો મર્યો હશે, તે એ માતાની અાંખોમાં પાણી આવશે. પુત્રની અાંખો ઉપર પગ મૂકતાં જનેતા ચીસ પાડશે."

આહીરાણીને બોલાવવામાં આવી. એને કહેવામાં આવ્યું : " જો આ તારો બાળક ન હોય તો એની અાંખેા પર પગ મૂક."

દેવાયત જાણતો હતો કે આ કસોટી કેવી કહેવાય. એના માથા પર તો સાતે આકાશ જાણે તૂટી પડ્યા.

પણ આહીરાણીના ઊંડા બળની દેવાયતને આજ સુધી