પૃષ્ઠ:Rasdhar 2 - A.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૨

૨૬

ખબર નહોતી, એ ખબર આજે પડી; હસતે મોંએ આહીરાણીએ વાહણની અાંખો ચગદી. સૂબેદારને ખાતરી થઈ કે બસ. છેલ્લો દુશમન ગયો. દેવાયતની પ્રતિષ્ઠા નવા રાજના વફાદાર પટેલ તરીકે સાતગણી ઊંચે ચડી.

પાંચ વરસનો નવઘણ જેતજોતામાં તો પંદર વરસની. વયે પહોંચ્યો. એ રાજબાળનું ફાટફાટ થતું બળ તો ભેાંયરામાંથી બહાર નીકળવા ચાહતું હતું, પણ દેવાયત. એને નીકળવા કેમ દે !

એક વખત તો નવઘણ જબરદસ્તી કરીને ગાડા પર ચડી બેઠો. ખેતરમાં ગયો. દેવાયત ઘેર નહોતો. ખેતરે હતો. નવઘણને જોઈને એને બહુ ફાળ પડી. પણ પછી તો ઈલાજ ન રહ્યો.

સામે જ સાંતી ઊભું હતું; નવઘણ ત્યાં પહોંચ્યો. સાંતી હાંકવા લાગ્યો. થોડે આઘે ચાલતાં જ સાંતીના દંતાળની અંદર જમીનમાં કાંઈક ભરાયું. બળદ કેમેય કરતાં ચાલ્યા નહિ. નવઘણ માટી ઉખેળીને જુએ ત્યાં તે દંતાળની અંદર એક પિત્તળનું કડું ભરાઈ ગયેલું, ઊંચકાતાં ઊંચકાતું નથી. જમીનમાં બહુ ઊંડું એ કડું કોઈ ચીજની સાથે ચાંટયું હોય એમ લાગ્યું.

અબુધ બાળકે દેવાયતને બોલાવીને બતાવ્યું, દેવાયત સમજી ગયા. તે વખતે તે સાંતી હાંકી બધાં ઘેર ગયાં, પણ રાતે ત્યાં આવીને દેવાયતે ખોદાવ્યું. અંદરથી સોનામહોરભર્યા સાત ચરુ નીકળ્યા. દેવાયતે જાણ્યું કે, 'બસ ! હવે આ બાળકનો સમો આવી પહોંરયો.'

દેવાયતે દીકરી જાહલના વિવાહ આદર્યા. ગામેગામના આહીરોને કંકોતરી મોકલી કે, 'જેટલા મરદ હો તેટલા