પૃષ્ઠ:Rasdhar 2 - A.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર:૨

૨૮


જૂનાગઢને સીમાડે જ્યારે અસવારો આવી પહોંચ્યા, ત્યારે મહારાજ મેર બેસતા હતા. ગામેગામની ઝાલરો સંભળાતી હતી. ગરવા ગિરનારની ટૂંકેટૂંકે દીવા તબકતા હતા.

દેવાયતનું વેણ ફરી વળ્યું : " ભાઈઓ, ઘેાડાં લાદ કરી લ્યો એટલી વાર સહુ હેઠા ઊતરો. સહુ પોતપોતાનાં ઘેાડાં-સાંઢિયાના ઊગટા બરાબર ખેંચી વાળો. અને હૈયાની એક વાત કહેવી છે તેને કાન દઈને સાંભળી લ્યો."

સોય પડે તોયે સંભળાય એવી મૂંગપ ધરીને આહીર ડાયરો ઠાંસોઠાંસ બેસી ગયો. પછી દેવાયતે પોતાની પડખે બેઠેલ દીકરા નવઘણને માથે હાથ મેલીને પૂછયું : "આને તમે એાળખો છો ?"

સહુ ચૂપ રહ્યા.

"આ પંડે જ ડિયાસને દીકરો નવઘણ, તે દી એને સાટે કપાયો, એ તો હતો નકલી નવઘણ. મારો વાહણ હતો એ. જોઈ લ્યો સહુ, આ જૂનાણાના ધણીને."

ડાયરો ગરવા ગિરનારના પાણકા જેવો જ થીજી ગયેા હતેા.

દેવાયતે કહ્યું : "આહીર ભાઈઓ ! આજ આપણે સેાળંકી રાજને આવવાનું તેડું કરવા નથી જતા, પણ તેગની ધાર ઉપર કાળને નોતરું દેવા જઈએ છીએ. પાછા આવશું કે નહિ તેની ખાતરી નથી. દીકરી જાહલનો વિવાહ કરવા હું આજ બેઠો છું એ તો એક અવસર છે. જાહલને હું અટાણે કઈ ઠારકે પરણાવું ? આની મા -- મારી ધર્મની માનેલ બોન – મને રોજ સોણે આવીને પૂછે છે કે હવે કેટલી વાર છે ?"

દેવાયત નવઘણની પીઠ ઉપર હાથ થાબડ્યો : "જુવાન !