પૃષ્ઠ:Rasdhar 2 - A.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧

રા' નવઘણ

[૪]

દસબાર વરસનો ગાળો નીકળી ગયો છે. દેવાયત બોદડ અને આહીરાણીના દેહ પડી ગયા છે. દીકરી જાહલ અને જમાઈ સંસતિઓ પોતાનો માલ ઘોળીને પરમુલકમાં ઊતરી ગયાં છે. સોરઠમાં એવો દુકાળ ફાટયો છે કે ગાયેા મકોડા ચરે છે. ગામડાં ઉજજડ પડયાં છે. માલધારીએાનાં મવાડાં, કોઈ માળવે, કોઈ સિંધમાં ને કોઈ ગુજરાતમાં નોખનોખાં વાંઢ્યો લઈ લઈ દુકાળ વરતવા નીકળી પડયાં છે.

નવઘણની તો હવે પચીસી બેઠી હતી. ભુજાઓ ફાટફાટ થતી હતી. ધીંગાણાં વિના ધરાઈને ધાન ખાવું ભાવતું નહોતું. સોરઠની ભૂમિમાંથી શત્રુઓને એણે વીણીવીણીને કાઢયા છે. ગરવાનો ધણી નવા નવા રણસંગ્રામ ગેાતે છે, ભાલાં ભેડવવા આવનાર નવા શત્રુઓની વાટ જોવે છે. ગીરની ઘટાટોપ ઝાડીએામાં ઘેાડલાં ઝીંકીઝીંકી સાવજના શિકાર ખેલે છે, કરાડો, પહાડો ને ભેખડોનું જીવતર એના જીવને પ્યારું થઈ પડયું છે. હિરણ્ય અને રાવલ નદીના કાંઠા નવઘણના ઘેાડાના ડાબલા હેઠળ ખૂંદાય છે. નાંદીવેલા અને વાંસાઢોળની ડુંગરમાળ નવઘણનાં પગલાંને 'ખમા ! ખમા !' કરતી ધણેણી હાલે છે, સાવજદીપડાની ડણકો, ડુંગરાની ટૂંકેટૂંક ઉપર ઠેકાઠેક, અને ઘુઘવાટા સંભળાવીને પોતાની ભેખડો ઉપર રા'ને પોઢાડતી નદીઓનાં પથ્થર-એશીકાં : એ બધાં જુવાન નવઘણના જોબનને લાડ લડાવી રહેલ છે.

એવા સમયમાં એક દિવસ એક ચીંથરેહાલ આદમી ઉપરકોટને દરવાજે આંટા દેવા લાગ્યો. એને અંદર દાખલ થવું હતું. પહેરેગીરે તેને અટકાવ્યો : " શું કામ છે ?"

" મારે રા'ને રૂબરૂ મળવું છે."

"રા'ને પંડ્યને? રૂબરૂ મળવું છે ? તારે ભિખારડાને ?" સહુ ખિખિયાટા કરવા લાગ્યા.