પૃષ્ઠ:Rasdhar 2 - A.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૨

૩૨


"મારે રા'ને સંદેશો દેવો છે. ઢીલ કરવા જેવું નથી. રા'ને ઝટ ખબર આપો."

માણસેાએ એને કાલો ગણીને કાઢી મૂકયો. પણ એ આદમી ખસ્યો નહિ; એને એક તરકીબ હાથ લાગી. દોડ્યો ગયો ગિરનારના શેષાવનમાં. બળબળતા કાળની વચ્ચે પણ જે ઝરણાને કાંઠે થોડાં થોડાં લીલાં ખડ ઊગેલાં, ત્યાં જઈ પહેાંચ્યો. ભારી બાંધીને ઉપરકોટને દરવાજે ઊભો રહ્યો.

નવઘણના ઘોડાના ઠાણિયાઓ દોડયા : "એલા, એ ભારી મને વેચાતી દે ! મને દે ! મને દે ! એવા પોકાર પડ્યા. સહુને રા'ના નોખાનોખા ધોડાની માવજત સારી કરી દેખાડવી હતી. એવા કાળમાં પોતપોતાના ઘેાડાને લીલવણી ઘાસ નીરવાની હોંશ કોને ન હોય ?

પણ ભારી લાવનારને જાણ થઈ ચૂકી હતી કે સહુ ઘેાડામાંથી ઝપડો ઘેાડો નવઘણણો માનીતો હતો. સાત સાત દિવસે રા' ઝપડાનું ઠાણ તપાસવા આવતો. ત્યાં મારો ભેટો થશે એમ સમજીને એ ભિખારી ત્યાં જ ભારીઓ લાવતો હતેા. ઝપડા ઘોડાને ખીલે એ સાતમા દિવસે સવારે વાટ જોતો ઊભો રહ્યો.

જુવાન નવઘણ જેવા ઝપડા ઘોડાની પાસે આવ્યો તેવો જ આ અજાણ્યો આદમી સામે જઈ ઊભો રહ્યો. 'રામરામ' કર્યા.

નવઘણે મીટ માંડી, અણસાર એવી લાગી કે જાણે આને ક્યાંક એક વાર દીઠેલ છે. "રામરામ, ભાઈ! કેાણ છો ? કયાંથી આવ્યા છો ?"

આદમીએ કાંઈ જ બોલ્યા વિના પોતાના માથાબંધણાના લીરામાં અમેાલખ રતનની માફક જતનથી બાંધેલ એક કાગળનો કટકો કાઢી રા'ના હાથમાં આપ્યો. મેલાઘેલા