પૃષ્ઠ:Rasdhar 2 - A.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭

રા' નવઘણ

સહુનાં ઘોડાં મારગે ચાલ્યાં જાય જો ને !
આડબીડ હાલે વીરાની રોઝડી રે લોલ !
સહુનાં ઘોડાં પાણી પીતાં જાય જો ને!
તરસી હાલે વીરાની રોઝડી રે લોલ !

એ દુઃખી બહેનના ભાઈનું ગીત જાણે ઝપડો ઘોડો ભજવી રહ્યો છે વિમાસણના ઊંડા ઊંડા દરિયામાં ઊતરી ગયેલ નવઘણ બહેનની અવધે પહોંચાશે કે નહિ તેની ફિકર કરે છે અને ઝપડો ઘોડો પણ જાણે કે ધણીની એ ચિંતાને સમજે છે. એકલવાયો ચાલે છે. માર્ગે પાણી પણ પીતો નથી.

એવામાં એક દિવસ બપોરની વેળાએ એક નેસડાનું ઘટાદાર શીળું પાદર આવ્યું. મોરલા અને ઢેલડીઓ ઢૂંગે ઢૂંગે ચણે છે આસપાસથી ગાયોનાં ગળાંની ટોકરીઓના રણકાર સંભળાય છે. સહુને અચંબો થાય છે કે આ શું ! આખી સોરઠ સળગી ઊઠી છે તેમાં આ શીતળ લીલું સ્થાન કયાંથી ? આસપાસ બીજું કોઈ માનવી નથી. તાજી નાહીને નીતરતી લટે ઝુલાવતી સાત નાની નાની બહેનો વડને થડે “ઘોલકી ઘોલકી”ની રમત રમી રહી છે. સાતે અંગે કાળી લેાબડીઓ એાઢી છે.

[૨]

બાયુત[૧] રમવા વેશ બળે નેસહુંતે[૨] નીસરી,
માહેશ[૩] ડાડો, શેષ નાનો, એહ બઉ[૪] ૫ખ ઊજળી,
દેશોત[૫] નવધણ જમત જણદન, ચાડ્ય[૬] છોટી ચુરૂવડી,[૭]
નત્ય વળાં નવળાં દિયણ નરહી, વળાંપૂરણ વરૂવડી!


  1. બાયૂત-બાઈએાની સાથે
  2. નેસહુંતે – નેસ માંથી
  3. માહેશ ડાડો, શેષ નાને – ચારણ જાતિની ઉત્પત્તિકથામાં શંકર પિતૃપક્ષના પૂર્વજ અને શેષનાગ માતૃપક્ષના પૂર્વજ મનાય છે.
  4. બઉ - બેઉ, પખ = પક્ષો
  5. દેશોત - દેશપતિ
  6. ચાડ્ય = ચડાવીને
  7. ચરૂવડી = કુરડી, કુલડી