આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સૌરાષ્ટ્રની રસધાર : ૨
૪ર
પોતાની સમવયની બહેનપણી શવદેવ્ય આબરૂ રાખવા માટે વડલે ચડી, ડાળ ઝાલીને હલાવી, પાંદડાં ખર્યા. તેના તાંસળાં (વાટકા) બનાવ્યાં. તે વેળાએ દુષ્કાળ વર્ષ હતું છતાં પણ, હે વરૂવડી, તારી કળા થકી તે એક કુલડીમાંથી આખા કટકને ધાનથી ધરવ્યું.
પંગત બેસી ગઈ પાંદડાં ઉપર નાની કુમારિકાઓ પીરસવા લાગી. નાની કુલડીઓમાં સે' પુરાઈ, સહુને ધાન પહેાંચી વળ્યું.
હે વરૂવડી, ચૂલા પર ચરુડી ચડાવીને તેં પ્રીતેથી શિરામણ કરવાનવઘણને બોલાવ્યા.
- ↑ ૧. ચોજ-આબરૂ
- ↑ ૨. ઘણું-મોંઘું, દુકાળનું.
- ↑ ૩. સમસર - સંવત્સર,વરસ.
- ↑ ૪. તોય – તારી.
- ↑ પ. ધ્રપે – ધરાવી, તૃપ્ત કરી દીધા.
- ↑ *અા બધા સોરઠાને 'સાથેલા' કહેવામાં આવે છે, કેમ કે એમાં એકશબ્દાર્થની અંદર બીજો ખરો અર્થ મૂકેલે છે, દા. ત.,
- ↑ ૧. ખટ – છ; સુંદર - રૂડી } છરૂડી – રૂડી - કુચરડી. ચગલી - ચુગલી - ચાડી. 'ચાડી' શબ્દ ચારણી ભાષામાં 'ચડાવી' એ અર્થમાં વપરાય છે.
- ↑ ૨. ખડી – ઊભી રહી.
- ↑ ૩. સાવળ – સાદ.
- ↑ ૪. સપ્રે – પ્રીતથી.
- ↑ મર - ત્રણ, ખટ - છ}=નવ; , બોરંગ - લાખ } નવલાખ ઘોડેસરવારોવાળો નવઘણ
- ↑ મેં - ધન
- ↑ ૬. વાકળિયો - બેાલાવ્યો.