પૃષ્ઠ:Rasdhar 2 - B.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૫

એક તેતરને કારણે

ઘેાડીના પગમાં લોઢાની તાળાબંધી નેવળ નાખી, બગલમાં લગામ પરોવીને વાઘેલા રાજાને રામરામ કર્યા. કદાવર શરીર, પાણીદાર છતાં ભક્તિભાવભીની બે મોટી આંખો, અને હજુ તે ગઈ કાલે જ આબુના અગ્નિકુંડમાંથી “માર ! માર!” કરતો પ્રગટ થયો હોય એવો દેવતાઈ તેજસ્વી ચહેરો : જોતાં તે એક જુગની જૂની ઓળખાણ હોય તેમ તે પરમારપુત્ર વીસળદેવજીના હૈયામાં વસી ગયેા. મહેમાન કયાં રહે છે, કેમ આવેલ છે, નામ શું છે, એવું પૂછયા વિના પાધરે રાજાએ સવાલ કર્યો :

“ ચેાપાટે રમશો ?”

“ જેવી મરજી.”

“ ઘેાડી બાંધી દ્યો.”

“ ના, રાજ ! ઘેાડી મારી હેવાઈ છે. બીજે નહિ બંધાય. એક તરણુંયે મોંમાં નહિ લ્યે. હું બેસીશ ત્યાં સુધી ઊભી જ રહેશે.”

હાંસલી પણ જાણે વાતચીત સમજી હોય તેમ તેણે એક કાનસૂરી માંડીને હણહણાટી દીધી. વીસળદેવજીના હૈયામાં વધુ પ્રેમ પુરાયો; અને ચોપાટ ખેલવામાં લખધીરજીનો સાધેલ હાથ જોઈને તો વીસળદેવ મોહ પામી ગયા.

સાંજ પડી એટલે વીસળદેવે એળખાણ પૂછી. લખધીરજીએ બધી વાત કહી સંભળાવી : “દુકાળ વર્તવા વસ્તીને લઈને પારકરથી આવ્યો છું રજા આપો તો માલ ચારીએ.”

વીસળદેવ બોલ્યા : “ એ ભેાં તો ઉજજડ પડી છે : તમે પચાવી પડયા હોત તોપણ બની શકત, પણ તમે નીતિ ન તજી તેથી હું એ આખી ધરતી તમને સોપું છું. સુખેથી ગામ બાંધો. પણ ઊભા રહો, એક શરત છે. રોજરોજ આંહી ચોપાટ રમવા આવવું પડશે.”