પૃષ્ઠ:Rasdhar 2 - B.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૨

૫૬


લખધીરજીએ શરત કબૂલ કરી. હાંસલીના મોયલા પગમાંથી નેવળ છોડી, રાંગ વાળી, પોતાના પડાવ તરફ ચડી ગયા. ડાયરો જોઈ રહ્યો : “વાહ રજપૂત ! કાંઈ વંકો રજપૂત છે ! રાજપૂતી આંટો લઈ ગઈ છે !”

ડાયરાની આંખમાં એ વેણ બોલતી વખતે લાલ લેાહી ભર્યું હતું.. પેટમાં પાપ ઊગ્યું હતું.

એક દિવસ સાંજે લખધીરજી વઢવાણથી ચોપાટ રમીને પડાવ ઉપર પાછા ફર્યા ત્યારે મૂંજાજીએ એને વાત કહી : “ભાઈ, આજ તો હું પૂજા કરતો હતો ત્યારે માંડવરાજ બે વાર મારી સામે જોઈ ને હસ્યા !”

ચતુર લખધીરજીએ વાત રોળીટોળી નાખી, પણ અંતરમાં એને ફાળ પડી કે નક્કી મૂંજાજીને માથે ભાર છે : તે વગર પ્રતિમા હસે નહિ.

[૨]

“ માડી ! સાંભળ્યું કે ?”

“શું છે, છોડી ?”

“ આ એાલ્યા રજપૂત રોજ રોજ મારા બાપુ પાસે ચેાપાટે રમવા આવે છે, એની ખબર છે ને ?”

“હા, એ રેાયો આવે છે ત્યારથી દરબારે એારડે આવવાનુંય એાછું કરી નાખ્યું છે. કોણ જાણે શું કામણ મેલ્યું છે એ બોથડ સોઢાએ. ”

“મા, તમે તે બહુ ભોળાં છો. સાચી વાત કહું ? એ રજપૂત આવ્યા છે સિંધમાંથી. એને એક જુવાન બે'ન છે. મારા બાપુને વિવા કરવા છે એટલે આ રજપૂતને જમીન કાઢી આપી છે, ને રોજ આંહી ચોપાટ રમવા બોલાવે છે. પોતે પણ ત્યાં જાય-આવે છે.”

ઠાકાર વીસળદેવનાં ઠકરાણી અને એની વડારણ વચ્ચે એક દિવસ આવી વાત થઈ. લખધીરજીની લાગવગ વીસળ