પૃષ્ઠ:Rasdhar 2 - B.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૨

૫૮

ઘાયલ થયેલા તેતરને ઘેરી લઈ સોઢા પરમારોના પડાવ તરફ હાંકયો.

ચીસો પાડતો તેતર પાદરમાં દોડ્યો ગયો, અને બરાબર માતા જોમબાઈ પોતાના ઈષ્ટદેવ માંડવરાજની પ્રભાતપૂજા કરે છે ત્યાં જ પહોંચી દેવમૂર્તિના બાજઠની નીચે લપાઈ ગયો. મા જોમબાઈએ કિકિયાટા સાંભળ્યા ને આંહીં શરણાગત તેતરના શરીરમાંથી રુધિર ટપકતું દીઠું. પ્રભુજાપની માળા પડતી મૂકીને એમણે બાજઠ હેઠળથી હળવે હાથે તેતરને ઝાલી લીધો. એ લોહીતરબોળ પંખીને. હૈયાસરસું ચાંપીને પંપાળવા માંડયું. માની ગોદમાં છોકરું લપાય તેમ તેતર એ શરણ દેનારીના હૈયામાં લપાઈ ગયો. મા તેતરને પંપાળતાં પંપાળતાં કહેવા લાગ્યાં કે : “બી મા, મારા બાપ ! હવે આંહીં મારે હૈયે ચડયા પછી તને બીક કોની છે ? થરથર મા હવે, આ તો રજપૂતાણીને ખોળો છે, મારા બચ્ચા !”

ત્યાં તો બહાર ઝાંપે ધકબક બોલી રહી. ચભાડોનાં ઘેાડાં હમચી ખૂંદતાં હતાં અને ચભાડો ચાસકેચાસકા કરતા હતા : “આંહીં ગયો. એલા, અમારો ચોર કાઢી આપો. કોના છે આ ઉચાળા ?”

સોઢાઓ બધા પોતપોતાના ડેરામાંથી બહાર નીકળ્યા. પૂછવા લાગ્યા : “ કોણ છો તમે સહુ, માડુ ? આટલા બધા રીડિયા શીદ કરો છો ? આંહીં બચરવાળેાના ઉચાળા છે. એટલું તો ધ્યાન રાખો, ભાઈઓ !”

“અમારો ચોર કાઢી આપો જલદી. ચેારી ઉપર શિરજોરી કરો મા.” ચભાડોએ તોછડાઈ માંડી.

“કોણ તમારો ચેાર ?”

“અમારો શિકાર : જખમી તેતર.”

સોઢાએામાં હસાહસ ચાલી : “વાહ ! રંગ તમને !