પૃષ્ઠ:Rasdhar 2 - B.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨
સૌરાષ્ટ્રની રસધા૨ : ૨


“ મને કોઈ રીતે જાવા દ્યો ?”

“હા, તારી હાંસલી દેતો જા.”

“ ખુશીથી, પણ દરવાજે. આંહી બજારમાં હું ગરાસિયો ઊઠીને ભેાંય ચાલીશ તે મારી આબરૂ જાશે.”

દરવાજે પહોંચીને હાંસલીના ડેબામાં પગની એડી મારી ત્યાં હાંસલી ઊડીને એક નાડાવા જઈ ઊભી. લખધીરજી બોલ્યો કે : “ લ્યો બા, રામરામ ! રજપૂતનાં ઘેાડાં ને ડોકાં, બેય એકસાથે જ લેવાય એટલી વાત હવેથી ભૂલશો નહિ."

હાંસલીને જાણે પાંખો આવી; ઘણુંય દોડવા જાય, પણ શું કરે ? પગમાંથી લોઢાની નેવળ કાઢતાં લખધીરજી ભૂલી ગયેલો હતો, પાછળ વઢવાણની વાર હતી એટલે ઊતરીને નેવળ છોડાય તેમ નહોતું. પછી તો હાંસલીને છલંગો મારવાનું જ રહ્યું. હાંસલી ધરતી ઉપર ચાલે તે કરતાં ત્રણગણું તે હવામાં ઊડવા લાગી. એમ કરતાં રસ્તામાં એક ૧૮-૨૦ હાથનો વોંકળો આવ્યો. પાણી ભરપૂર હતું. જે ઘડીએ હાંસલી ટપીને બીજે કાંઠે પહોંચી તે ઘડી નેવળ તૂટી ગઈ. [૧]

રસ્તામાં લખધીરજીને ફાળ પડી ગઈ હતી. મુકામ ઉપર આવીને જુએ, તો મા મૂંજાજીના શબનું માથું ખોળામાં લઈને બેઠાં હતાં. એક તેતરને કારણે મૂંજો મરે, એ વાત સાંભળીને લખધીરજીની છાતી સવા વેંત ઊંચી ચડી. માને કહે કે “ મા, આજ રોવાનું ન હોય, આજ તો ધેાળમંગળ ગાવાનો દિવસ છે, આજ તમારી કૂખ દીપાવીને મૂંજો સ્વર્ગે ગયો. જુઓ મા, જોયું મૂંજારા મોં ? હમણાં ઉઠીને તમને ઠપકો દેશે ! આવું મોત તો તમારા ચારે

દીકરાને માટે માગજો, માડી !”


  1. ત્યારથી એ વોંકળાનું નામ આજ પણ 'ઘેાડાપટ' કહેવાય છે.