પૃષ્ઠ:Rasdhar 2 - B.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


એક અબળાને કારણે


સિંધમાં તે સમયે એક સૂમરો રાજા રાજ કરતો હતો. સૂમરાના દરબારમાં હેબતખાન નામના એક જતની નોકરી હતી. સૂમરાના કાનમાં કોઈએ મોહિની રેડી કે હેબતખાનના ઘરમાં સૂમરી નામની પદ્મણી જેવી કન્યા છે. કામદેવના ભૂવા સરખા સૂમરાએ હેબતખાનની કન્યાનું માગું મોકલાવ્યું.

હેબતખાને ના પાડી; જવાબ વાળ્યો : “ રાજાના હીરામોતીના હારની બેડીઓ કરતાં તો મારી સૂમરીને હું કોઈ મારા જેવા ગરીબના ઘરની ઘરવાળી બનાવીશ.”

સૂમરાએ નકાર સાંભળીને હુકમ કર્યો : “નાસવા માંડ, છ મહિને જબરજસ્તીથી તારી છોકરી ઝૂંટવી લઈશ."

હેબતખાન પોતાના કબીલાને લઈ પોતાના રસાલા સાથે ભાગવા માંડયો. ભૂજમાં આવીને એણે રાવનું શરણું માગ્યું. રાવે તો પોરસમાં આવી જઈ આશરો દીધો, પણ રાવના અમીર-ઉમરાવેાએ ને કામદારે સિંધ તરફ આંગળી ચીંધીને બતાવ્યું : “સૂમરાનાં ભાલાં આવીને હમણાં ભૂજને રોળી નાખશે.” કામદારે હેબતખાનને કહ્યું : “ચાલ્યો જા.” ભરકચેરીમાં હેબતખાને રાવને પૂછયું : “ આ હુકમ આપનો છે ?"

રાવની આંખો ભોંયમાં ખૂંતી ગઈ. એણે માથું ઊંચું કર્યું નહિ. 'યા અલ્લાહ !' કહીને હેબતખાન પોતાના

બાળબચ્ચાં લઈ ચાલતો થયો.

૬૪