પૃષ્ઠ:Rasdhar 2 - B.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૫

એક અબળાને કારણે


બધા જતો જામનગરમાં રોકાઈને આશરો માગવા ગયા. જામનગરે સંભળાવ્યું : “ભૂજે ન સંઘર્યો, તો મારું શું ગજું?” નગરનાં બારણાં બંધ જોઈને જતો ધ્રોળ રાજમાં ગયા. ધ્રોળથી જાકારો સાંભળીને આખો કબીલો મોતની તૈયારી કરી ચાલી નીકળ્યો.

માર્ગે મૂળી ગામનો ટીંબો આવ્યો પાદરમાં જ જુવાન સોઢાઓ રમતા-ખેલતા હતા. જુવાનેાએ આ જતેાનાં બાળકોને રોતાં સાંભળ્યાં, લીંબુની ફાડ જેવી આખેાંમાંથી બોર બોર જેવડાં પાણી પાડતી જતાણીઓને જોઈ. મૂળીને પાદરથી એક વટેમાર્ગુ પણ પોરો ખાધા વગર જાય નહિ, અને આ રોતાંકકળતાં દોઢ હજાર મુસાફરો કાં સીધાં ચાલ્યાં જાય ? સોઢાએાએ જતને પૂછયું : “ ભાઈ કયાં જાવું ?”

“જાવું તો દરિયામાં.”

“ કેમ, એમ ?”

“ ધરતી અમને બધેયથી જાકારો દે છે, એને અમારે ભાર આકરો થઈ પડયો છે.”

“ આમ આડું કેમ બેાલો છો, ભા ?”

“ આડું નથી બોલતા, ભાઈ ! સાચું જ કહીએ છીએ. પરશુરામે એકેય રજપૂત કયાં રહેવા દીધો ?”

“પણ, ભાઈ, બોલો તો ખરા, શી આફત છે ?”

હેબતખાને બધી વાત કહી સંભળાવી. પરમારોમાં વાત પ્રસરી ગઈ. મૂળીને ટીંબે મોટા લખધીરજીથી ચોથી પેઢીએ લખધીર બીજાનું પાટ તપતું હતું. એણે જઈને પોતાની વૃદ્ધ માતાને પૂછયું : “માડી, જતોને આશરો આપું ?"

પરમાર માતા બેાલ્યાં : “ દીકરા, આજ એક વાત મને સાંભરી આવે છે : તું નાનેા હતેા. એક વખત હું