પૃષ્ઠ:Rasdhar 2 - B.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૨

૬૬

નાહવા બેઠી હતી, ત્યારે તું રોતો હતો. હું આવીને જોઉં, ત્યાં તો તને વડારણ ધવરાવતી હતી. મેં તને ઊંધે માથે લટકાવીને વડારણનું ધાવણ ઓકાવી નાખેલું. પણ આજ લાગે છે કે એકાદ ટીપુ તારા પેટમાં રહી ગયું હશે, નહિ તો પરમારનો દીકરો નિરાધારને આશરો દેવાને ટાણે રજા લેવા આવે નહિ.” એટલું બોલતાં તો માની મોટી મોટી અાંખેામાંથી અાંસુડાં ચાલ્યાં ગયાં.

“માડી ! તમારે અક્કેક આંસુએ મારે અક્કેક અવતાર એળઘોળ કરું.” એટલું કહી માને પાયે માથું અડાડી જુવાન લખધીરજી ઊપડતે પગે ચા૯યે ગયો. આખો ડાયરો લઈને જતોની આડે ફર્યો : “જવાય નહિ, મૂળીના કુબામાં જેટલી જગ્યા હશે તેટલી તમને કાઢી દેશું; અને રક્ષણ નહિ કરી શકાય, તોય મરશું તો ખરા !”

હેબતખાન બોલ્યો : “ હું પારકાને રક્ષણે જીવવાના લોભે નથી આવ્યો, પરમારો ! હું તો ફક્ત આટલી જ શાંતિથી મરવા માગું છું કે આખરે અમને સંઘરનાર રજપૂત મળ્યા ખરા. ”

પરમારોએ જતોને ઓરડા કાઢી આપ્યા. જતના ઉચાળાને વીંટીને રાતદિવસ પરમારોનો પહેરો બેસી ગયો. ત્યાં તો સૂમરાની ફોજના પડઘા બેાલ્યા.

મૂળીની ભેાં થાળી જેવી સપાટ છે. થોડે માણસે એ ભોંમાં બચાવ થઈ શકે નહિ. તેથી જત અને પરમારોએ માંડવના વંકા ડુંગર ઉપર આશરો લીધો. સૂમરાની ફોજ ડુંગરાની તળેટીમાં ઓડા લગાવી બેઠી. પણ ઉપર જવાનો લાગ આવતો નથી, ઉપર ચડવાની એ વિકટ કેડીએ જનાર શત્રુ કાં તો પલભરમાં ઉપરની ગોળી ખાઈને મરે છે, કાં તો તે નીચેનાં ઊંડાં કોતરામાં ઊડી પડે છે. એમ છ મહિના વીત્યા. એક દિવસ પરમારોના મુકામમાં કુંવર હાલાજીએ