પૃષ્ઠ:Rasdhar 2 - B.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૯

એક અબળાને કારણે

કાકો આસેાજી પણ ઘાયલ થઈને સૂતો હતો. બેયનાં અંગમાંથી ખળળ ખળળ લેાહીની રેલ ચાલતી હતી. ઈસોજી પડ્યો પડ્યો પોતાના લેાહીના રેલા આડે માટીની પાળ બાંધતો હતો. મોતની પીડામાં કષ્ટાતો આસોજી પૂછવા મંડ્યો : “ભાઈ ઈસા ! મરતી વખતે શું તને ચાળો ઊપડ્યો ? માટી શીદ ફેંકી રહ્યો છે ?”

ઈસો જવાબ આપે છે : “ હે ભાઈ, આ ચાળેા નથી. આ મારું – મુસલમાનનું – લેાહી છેલ્લી ઘડીએ તારા લોહીમાં ભેળાઈ ને તને ભ્રષ્ટ ન કરે, ને તારું મોત ન બગાડે, માટે હું આડી પાળ બાંધું છું !”

“એ ઈસા ! મ બોલ, મ બોલ ! મેાત બગડતું નથી, સુધરે છે. આજ છેલ્લી પથારીએ સૂતાં સૂતાં આભડછેટ ન હેાય. ન અટકાવ, ન અટકાવ. આપણાં લેાહીને ભેળાવા દે.”

ઇસા સુણ, અાસો કહે, મરતો પાળ મ બાંધ,
જત પરમારાં એક જો, રાંધ્યો ફરી મ રાંધ.

એ સાંભળીને ઈસાજીએ પોતાના લોહીને વહેવા દીધું. બેયનાં લેાહી ભેળાં રેલ્યાં. ત્યારથી જત અને પરમાર પરસ્પર પરણે છે. એ લોહીનાં આલિંગન અમર રહી ગયાં છે.

ત્યાં તો વણેાદથી વળી આવેલા સવારો એ ખબર આપ્યા કે જેને માટે વેર મડાયું હતું તે તો ધરતીમાં સમાઈ ગઈ. પોતાની દીકરી જીવતી દુશ્મનેાના હાથમાં ન ગઈ, અને મોત વહાલું ગણ્યું, તે જોઈને જતો પ્રસન્ન થયા. પણ પરમારો ને તો એ સ્ત્રીની આત્મહત્યા સ્ત્રીહત્યા જેટલી જ વસમી લાગી. પરમારો હતાશ થઈ ગયા. સૂમરાએ તો પરમારોની કતલ કરી નાખી હતી. તે ઉપરાંત એણે હાલાજીને કેદ કરીને લખધીરજીને કહ્યું : “મારા લશ્કરને સિંધમાંથી આવવાનું ખર્ચ નહિ આ૫ તો