પૃષ્ઠ:Rasdhar 2 - B.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૨

૭૦

હાલાજીને ઉપાડી જઈ મુસલમાન કરીશ.”

લખધીરજીએ અમદાવાદના બાદશાહ મહમદ બેગડાની સહાય માગી. બેગડાએ વચ્ચે પડી લશ્કરનું ખર્ચ લખધીરજી ચૂકવશે એવી બાંયધરી દીધી, અને ખર્ચા પરમારે ન ભરે ત્યાં સુધી હાલાજીને પોતાના કબજામાં રાખવાનું ઠરાવ્યું.

હાલોજી પરમાર મહમદશાહની સાથે અમદાવાદ જઈ રહ્યો. બાદશાહની ઉમેદ હતી કે હાલાજીને મુસલમાન બનાવવો; પણ જોરજુલમથી નહિ – એને ઈસ્લામનું સાચું નૂર બતાવીને. તેથી બાદશાહે ચાર મરજાદી બ્રાહ્મણોને બોલાવીને હાલાજીના રસોડા ઉપર મૂક્યા. હાલાજી જરાય ન દુભાય તેવી રીતે બાદશાહે બંદોબસ્ત કરાવ્યો. બીજી તરફ એને ઈસ્લામ ધર્મનાં રહસ્યો સમજાવવા મૌલવીઓ રાખ્યા. પણ હાલાજીનું મન પલળ્યું નહિ. સૂમરાની ખંડણી પૂરી થયે હાલાજી પોતાના ભાઈની પાસે મૂળી ચાલ્યો ગયો.

પાંચમે જ દિવસે મારતે ઘોડે હાલેાજી પાછો અમદાવાદ આવ્યો. ભરકચેરીમાં હાંફતી છાતીએ હાલેાજી આવીને બોલી ઉઠ્યો : “બાદશાહ સલામત ! મને મુસલમાન બનાવો, જલદી મને મુસલમાન બનાવો.”

બાદશાહ તાજુબ બની ગયા. એમણે બધી હકીકત પૃછી. હાલાજીએ હકીકત કહી.

“હું મારે ઘેર ગયો, આપે અાંહી મને કેવી રીતે પવિત્ર રાખ્યા તેની વાત મેં મારાં ભાઈ-ભાભીને કહી સંભળાવી. ત્યાર પછી મને તરસ લાગવાથી હું પાણિયારે જવા ઊઠ્યો, ત્યાં તો મારી ભાભી આડી ફરીને ઊભી રહી. ભાભીએ કહ્યું : “તમે પાણીને ગોળે અડશો મા.”

“મેં કહ્યું : 'ભાભી, હાંસી કરો છો કે શું ?' ભાભી