પૃષ્ઠ:Rasdhar 2 - B.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૧

એક અબળાને કારણે

બોલ્યાં : 'ના, હાંસી નથી, ખરું છે.' તેાય હું હાંસી સમજ્યો, ચૂલા પાસે જવા ચાલ્યો, પણ ભાભીએ ક્રોધ કરીને કહ્યું : 'તમે તો મુસલમાનની ભેળા રહી આવ્યા છે. હવે તમે ચોખા ન ગણાઓ.” જહાંપનાહ, જો હિન્દુ ધર્મ આવો સાંકડો હોય તો મુસલમાન જ કાં ન થઈ જવું ? મને મુસલમાન જ બનાવો.”

હાલોજી મુસલમાન બન્યો; બાદશાહે લખધીરજીને મૂળીથી અમદાવાદ બોલાવ્યા, અને હુકમ દીધો કે રાણપુરની ચોવીસી હાલાને આપો. બાદશાહે પોતે બીજા ચાર ગામ પણ હાલાજીને મસાલમાં આપ્યાં; એ રીતે હાલાજીને રાણપુરની ગાદી પર મોકલ્યા. સાથે મેાગલ, શેખ, સિપાઈ, લેાદી અને બલમલા રાઠોડ એમ ચાર અમીરો આપ્યા; એક મસાલ આપી.

એક દિવસ હાલોજી પરમાર રાણપુરથી જમાબંધી ભરવા માટે ધંધુકા ગયા છે. તે જ દિવસે કાઠીઓએ ધંધુકાની ગાયો વાળી. ગામમાં વસ્તીનાં કલ્પાંત સાંભળીને હાલાજીનું હૃદય હલમલી ઊઠયું. મનમાંથી અંતર્યામી દેવ બેાલ્યા : “હાલાજી, તારી કાયા ભલે વટલી, પણ રુદિયે। તો ગૌબ્રાહ્મણપ્રતિપાળનો રહ્યો છે ને ! આજ તું બેઠાં કાઠી ગાયે વાળી જશે? હે અગ્નિપુત્ર ! બાપદાદાના બિરદસંભાર !”

એકલ પંડ હાલોજી ગાયોની વહારે ચડયા. ધંધુકાની દક્ષિણે એક ગાઉ ઉપર કાઠીઓની સાથે ભેટો થયો. અને ધીંગાણામાં હાલોજી કામ આવ્યા. આજ સરવરશા પીરની જગ્યામાં એમની પાંચેક હાથ લાંબી કબર મોજૂદ છે.

હાલાજીનાં રાણી પોતાના દીકરા હાંસુજીને તેડી બાદશાહની પાસે ગયાં. રાણીની અરજથી, જે જગ્યાએ