પૃષ્ઠ:Rasdhar 2 - B.pdf/૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૨

૪૬


નજીવા નગર જેવો સૂનસાન બન્યો, આહીરોએ માન્યું કે આજ રાતે આપણો જણેજણ ખપી જશે. એ ટાણે ઉત્તર ને દક્ષિણ બેય બાજુના સીમાડા ઉપર આભધરતી એકાકાર બની રહ્યાં હતાં. ડમરીઓ ચડતી હતી. દિશાઓ ધૂંધળી બની હતી.

ડમરીઓ ઢૂંકડી આવી. ઘોડાના ડાબલા બો૯યા ધરતી થરથરી. મશાલોની ભૂતાવળ મચી. એક દિશામાંથી સોરઠિ- યાણીનાં શિયળ લૂંટનારો આવે છે, ને સામી દિશામાંથી બહેનને કાપડું કરવા ધર્મનો ભાઈ ચાલ્યો આવે છે. બેયના નેજા ઝળેળ્યા. ભાઈ ને ભાલે બહેનને દેવાનું કાપડું ફરુકી ઊઠયું. સૂમરાને નેજે શાદીના કિનખાબ લહેરાતા હતા.

આવી પહોંચ્યો ! આવી પહોંચ્યો ! ઝાડવે ચડીને જાહલે વીરને દીઠો.

નવધણ ઘોડાં ફેરવે, ( એને ) ભાલે વરૂવડ આઈ,
માર બાણું લખ સંધવો, ( મને ) વીસરે વાહણ ભાઈ.

એને ભાલે વરૂવડી કાળીદેવ્ય બનીને બેઠી છે. એ જ મારો ભાઈ ! શાબાશ વીરા ! આ બાણું લાખની વસ્તીવાળા સિંધને રોળી નાખ, એટલે મને મારો સગો ભાઈ વાહણ વિસારે પડી જાય.

બહેન દેખે છે અને ભાઈ ઝૂઝે છે. સોરઠ અને સિંધની સેનાએ આફળે છે. સવાર પડયું ત્યાં તો રંગીલા સૂમરાની અતલસે મઢેલી લાશ બહેનના નેસને ઝાંપે રોળાતી પડી હતી. ઢળી પડેલા કાબુલિયા અને મુંગલાએાની હજારો દાઢીએા પવનમાં ફરફરતી હતી.

*

દંતકથા આગળ ચાલે છે કે –

સિંધમાં સોનાની ઈંટો પડેલી હતી, નવઘણે હુકમ કર્યો કે તમામ યોદ્ધાઓએ અક્કેક ઈટ ઉપાડી લેવી. ખોડ ગામમાં જઈને વરૂવડી માતાની દેરી ચણાવશું. તમામે અક્કેક ઇંટ ઉપાડી લીધી, પણ રાજાના