પૃષ્ઠ:Rasdhar 2 - B.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૫

સિંહનું દાન

તું બીજા કવિઓને ભલે ક્રોડપસાવ અને લખપસાવનાં દાન દેજે, પણ મને તે, હે પારકર પરમાર, સાવજ જ ખપે.

“ગોઝારો ગઢવો !” સભામાં સ્વર ઊઠયો. ગઢવીએ ચેાથો દુહો ગાયો:

દોઢા રંગ તુંને દઉં, સોઢા, બુદ્ધિ સાર,
મેાઢે ઊજળે દે મને, પારકરા પરમાર !

હે સારી બુદ્ધિવાળા સોઢા પરમાર, હસતું મોં રાખીને મને સાવજ દેજે, એટલે હું રાજાઓની કચેરીમાં તારાં દોઢાં વખાણ કરતો કરતો જ કસુંબો લઈશ.

ચાંચોજીના મુખની એકેય રેખા બદલી નહિ. મોં મલકાવીને એણે કહ્યું : “ કવિરાજ, આવતી કાલે પ્રભાતે તમને સાવજનાં દાન દેશું.”

*

મધરાતે માંડવરાજના થાનકમાં જઈને ચાંચોજીએ અરજ ગુજારી : “એ સૂરજદેવ ! જીવતો સાવજ શી રીતે દઉં ? તારી ધજા લાજે નહિ એવું કરજે, દેવ !”

દેવળના ઘુમ્મટમાંથી ધણધણાટી દેતો અવાજ આવ્યો : “હે ક્ષત્રી ! એમાં મારી પાસે શું આવ્યો ? મારા ડુંગરમાં આટલા આટલા સાવજ ડણક દઈ રહ્યા છે; તું ક્ષત્રી છે. તે એમાંથી એકાદને ઝાલી લે !”

બીજો દિવસ થયો. પ્રભાતે આખી કચેરીને લઈને ચાંચોજી ચોટીલાના ડુંગરમાં ગયા. ચારણને કહ્યું : “ ચાલો, કવિરાજ, સાવજ આપું.”

પરમારના ચારણોએ બિરદાવળ ઉપાડી :

પાંચાળી ચીર પૂરિયાં, વીઠલ, તેં વણપાર,
શરમ રાખ્યા ચાંચાતણી, જગદીશણ ગજતાર !

ત્યાં તો ત્રાડ દેતો એક સિંહ નીકળ્યો, દોટ કાઢીને