પૃષ્ઠ:Rasdhar 2 - B.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૨

૭૮


તો એ કંકુની ટશર જેવા રાતા ઢોલિયામાં, સવા મણ રૂની એ તળાઈમાં, સમુદ્રફીણ સરખા એ ધોળા એાછાડમાં ગોરી રજપૂતાણીની છાતી ઉપર પડયાં પડયાં રાત્રિના ત્રણ પહોર તો કોણ જાણે કેટલા વેગથી વીતી જતા; રાત્રિથી જાણે એ ક્ષત્રીબેલડીનાં સુખ નહોતાં સહેવાતાં, નહોતાં જોવાતાં.

આજ છઠ્ઠા દિવસનું સવાર હતું. રાત અાડા કેટલા પળ રહ્યા છે તે ગણ્યા કરતી રજપૂતાણી એની મેડી ઉપરથી કમાડની તરડ સાંસરવી, ડેલીએ બેઠેલા બંદીવાન સ્વામીને જોયા કરતી, પણ વર્ણવાનું માથું તેા એ બીડેલી બારી સામે શી રીતે ઊંચુ થઈ શકે ? ઉઘાડી સમશેરો સરખી કેટલીયે અાંખો એના ઉપર પહેરો ભરતી હતી. એ તે હતાં ક્ષત્રીનાં પરણેતર!

ત્યાં તો ગામમાં ચીસ પડી. ઘરેઘર વાછરુ રોવા લાગ્યાં. બૂંગિયો ઢોલ ગાજ્યો; અને ચારણે ચોરે આવીને હાકલ મારી કે :

ક્ષત્રી લાગે ખોટ, ગઢથી જાતાં ગાવડી,
દેખી વર્ણવા દોડ, મત લજાવ્યે માવડી !

ગામનું ધણ ભેળીને મિયાણા ભાગતા હતા. ભાલો લઈને વર્ણવો ચોરેથી જ ઘોડે પલાણ્યો, મિયાણાની ગોળીએાનો મે'વરસતો હતો. તેમાં થઈને વર્ણવો પહોંચ્યો. બીજા રજપૂતોને પાછળ મેલીને દોડ્યા આવતા આ મીંઢળબંધા વરરાજાને જોતાં તો મિયાણાને પણ થયું કે 'વાહ રજપૂત !' એ અસુરોને પણ પોતાની સ્ત્રીઓની મીઠી સોડ સાંભરી આવી. જુદ્ધ કર્યા વિના જ આખું ધણ વર્ણવાને પાછું સોંપ્યું ન કહ્યું : “જા બાપ, તારી પરણેતર વાટ જોતી હશે.”

સહુને પોતપોતાનાં પશુ પહોંચી ગયાં. પણ સુતારની બાયડી પોતાના રાતાં છોકરાંને કેડે વળગાડીને કકળતી અાવી : “એ બાપુ વર્ણવા ! બધાંયનાં ઢોર લાવ્યો, ને એક