પૃષ્ઠ:Rasdhar 2 - B.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૯

વર્ણવો પરમાર

મારી બોડી ગા જ રહી ગઈ? મીરાં ગભરુડી જ શું છાશું વિના ટળવળશે ?”

વર્ણવો ફરી વાર ચડ્યો. “બહેન, તારી બોડી વિના પાછો નહિ આવું.” કહેતો ઊપડ્યો. પણ બેાડી ક્યાંથી મળે ? મિયાણાએાએ ખાવાને માટે કાપી નાખી હતી. ગૌમાતાનું રુધિર ભાળીને વર્ણવો મરણિયો બન્યો. આખા રણમાં રમખાણ જાગ્યું. કંઠ સામા કાંઠા સુધી શત્રુઓને તગડ્યા પછી ત્યાં વર્ણવાનું મસ્તક પડયું; ત્યાર પછી ધડ લડ્યું. મિયાણા નાસી છૂટયા. ધડ પાછું વળ્યું. હાથમાં તલવાર ને માથે ઊછળતી રુધિરની ધાર; મરડકની ધારથી ત્રણ ગાઉ ઉપર ધડ પડયું.

રણમાં ગયેલો પતિ જો જીવતો હોય તો એની તરસ ટાળવા ને મર્યો હોય તે મોંમાં જળ મેલવા, પેલી મેડીએ બેસીને વાટ જોતી રજપૂતાણી પણ મંગળ ચૂંદડીએ, માથે ગંગાજળને ઘડે મૂકીને રણમાં આવી. સ્વામીનું શબ જોયું, પણ માથું ન મળે.

એણે ત્યાં ને ત્યાં ઘડો પછાડયો. ધડની સાથે જ બળી મરી.

[ છપ્પય [૧]]


હાંકી ધેન હજાર, સુણી આજુદ્ધ [૨]સજાયો,
કર ગ્રહિપો કબ્બાન, અહુચળ ખાગ [૩] ઉઠાયો.
વરણવ [૪] સરવર ઝાળ, રણ મહીં જુદ્ધ રચાયો.
પણ પડતે પરમાર, પાટ ઇંદ્રાપર પાયે.
જળપાત્ર લે જમના તણું, મૂકી પાણ [૫]હંદા મથે.

એ દિન નીર અમૃત ભર્યું, હિંદવાણી નાર પોતે હથે.

  1. *આ છપય એક ઢાઢીનો રચેલા છે, કારણ કે ચારણો સ્ત્રીનું કાવ્ય કરતા નથી .
  2. ૧. શસ્ત્રો
  3. ૨. ખડગ.
  4. ૩. પાણીમાં બળતી જ્વાળા: વડવાન; સમુદ્રમાં જે વડવાનલ બળે છે તેની આગ અત્યંત આકરી હોય છે. વર્ણવાની ક્ષત્રીવટાને અહીં એ ઉપમા અાપી છે.
  5. ૪. પથ્થર.