પૃષ્ઠ:Rasdhar 2 - B.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આલમભાઈ પરમાર

રાણપુરને ટીંબે આશરે બસો વરસ પૂર્વે સાહેબજી નામે હાલાજીનાં વંશજ હતા. સાહેબજી ખુદાના બંદા હતા. આ દુનિયાની મારામારીને એમને મોહ નહોતો. તેથી જ એમના પિતરાઈ રહીમજી, સાહેબજીના ઊભા મોલમાં પોતાના ઘેાડા ચરાવી દેવા લાગ્યા અને ધીરે ધીરે તે એમણે સાહેબજીન ગામડાં પણ દબાવવાનું શરૂ કર્યું. સાહેબજી પરમાર કંટાળીને પાંચાળમાં દતા ભગતની મેલડી નામે ગામમાં પોતાના દોસ્તો કાઠી દરબારોને ઘેર જઈ રહ્યા.

એક દિવસ એ ભલા સાહેબજીને વાવડ મળ્યા કે દરબાર રહીમજી ગામને પાદર થઈને નીકળવાના છે. એમના દિલમાં થયું કે 'મારો ભાઈ નીકળે છે !' દૂધના કેસરિયા કઢા લઈને, સાકર અને બદામ લઈને, રહીમજીની બરદાસ્ત કરવા પાદર જઈ ઊભા.

રાતી આંખવાળા રહીમજી ઘેાડા ઉપર બેસી પોતાના ઘોડેસવારોની સાથે નીકળ્યા. સાહેબજી અને આખો કાઠી ડાયરો આડો ફર્યો, ને ભાઈના ઘોડાની લગામ ઝાલી સાહબજી વીનવવા લાગ્યા : "ભાઈ ! ઊતરો, સાથે બેસીને રોટલા ખાઈએ."

“એલા, તું હજી મરી નથી ગયો ?” એમ બોલીને રહીમજીએ પાતાના હાથમાં ભરેલી બંદૂક હતી તે સાહેબજીની છાતીમાં ચાંપી દીધી. વીંધાઈને સાહેબજી ભોંય પર પડ્યા.

એ પળ પહેલાંની પ્રીતિભરી આજીજી એમના ભક્તિમય, ભોળા

૮૨