પૃષ્ઠ:Rasdhar 2 - B.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૫

આલમભાઈ પરમાર

મેાં ઉપર એમ ને એમ છવાયેલી રહી ગઈ. લાગણી બદલવાનો વખત જ ક્યાં હતો ?

“દગો ! દગો ! દગો ” કરતા કાઠીઓ એ ખૂની ઉપર હાથ ઉગામવા તૈયાર થયા, ત્યાં તે હસતે મુખે મરતા સાહેબજીએ તરફડતી જીભે સમજાવ્યું : “ના, મારી છેલ્લી ઘડી બગાડશો મા.”

મારતે ઘોડે રહીમજી રાણપુર પહોંચી ગયા.

સાહેબજીના મુડદાને દફનાવવા માટે એનાં ઠકરાણી ગાડાં જોડાવીને રાતોરાત રાણપુર આવ્યાં. પણ રહીમજી કહે કે એની કબર અમારા રાજવંશી કબ્રસ્તાનમાં ન હોય. આખરે એમને નેાખી જગાએ દફનાવવામાં આવ્યા. રહીમજીના ઝેરની સાક્ષી પૂરતી એ આરામગાહ હજુ પણ જુદી પડેલી મોજૂદ છે.

સાહેબજીના કુલ ગરાસ પર રહીમજીની આણ વર્તી ગઈ. સાહેબજીના એકના એક બેટા આલમભાઈ નો જીવ જેખમમાં છે એવો વહેમ એની નિરાધાર વિધવા માતાને પડ્યો. આલમભાઈને કયાંય બહાર કાઢવામાં આવતો નથી.

મએ પુત્રને પૂછ્યું : "બેટા, આપણી બહેન માણેકબાઈ ને ઘેર વીરમગામ જઈશ ?”

બહેનને ઘેર જવાની હોંશમાં ને હોંશમાં આલમભાઈ ભૂલી ગયા કે પોતાની ઉમ્મર હજુ અગિયાર જ વરસની છે. એ બોલ્યો : “માડી, ખુશીથી. ઘોડો આપો, હું જઈશ.”

અગિયાર વરસના એકના એક દીકરાને અંધારી રાતે માએ મીઠડાં લઈને પરગામ વળાવ્યા. સાથે માણસ મોકલે તો શત્રુ એાળખી જાય, એટલે આલમભાઈ રાતદિવસ એકલો જ પંથ કાપવા લાગ્યો. અને બહેનને ગામ પહોંચે, ત્યાં તો રાજબાળની એકેય એંધાણી એના દીદાર ઉપર ન રહી.

બનેવી સાલેભાઈ વીરમગામના અમીર હતા. ડેલીએ આરબોની એવી ચેાકી હતી કે અંદર પંખી પણ પેસી ન શકે. ચીંથરેહાલ આલમભાઈ ડેલીના ઓટા ઉપર બેઠા. જે અંદર