પૃષ્ઠ:Rasdhar 2 - B.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૨

૮૪

જાય તેની સાથે કહેવરાવે : “બહેનને મળવા હું એનો ભાઈ રાણપુરથી આવ્યો છું.” સાંભળીને લેાંડાં હસતાં જાય.

પણ બહેનની સાથે રાણપુરથી બે વડારણ ગઈ હતી. એણે આલમભાઈને એાળખ્યો. સોનાની હીંડોળાખાટે હીંચકતી બહેનોએ ખબર આપ્યા : "બા, ભાઈ આવ્યા છે. પણ બહુ બૂરે હાલે બેથા છે."

બીજા ગેલાં હસીને બોલી ઊઠયાં : “ઓલ્યો રાંકો ડેલીએ બેઠો છે એ બેગમસાહેબનો ભાઈ?”

બહેનને લાગ્યું કે મારા ભાઈ એ મારી હાંસી કરાવી. ભાઈને મળવાની એણે ના કહી. ખાવા માટે શકેારામાં કઢી અને જુવારને રેાટલો મોકલ્યાં. આલમભાઈએ અાંખનાં પાણી લુછીને રોટલાને પગે લાગી કહ્યું : “ અન્નદેવ ! બાપુએ મને શીખવ્યું હતું કે તમને ન તરછોડાય.” બટકું રોટલે ખાધો, બાકીનો ત્યાં જ દાટયો, અને ઘેાડે ચડી પાછો ચાલી નીકળ્યો.

પાછળથી બનેવી ગામતરેથી આવ્યા. એણે પોતાના સાળાને જાકારો મળ્યાની વાત સાંભળી. રાણીને ધિક્કાર દીધો. આલમભાઈની પાછળ સવારો દોડાવ્યા, પણ આલમભાઈ પાછો ફર્યો નહિ.

રાણપુર પહોંચીને માના હૈયા ઉપર માથું રાખીને દીકરો ખૂબ રોયો

“અમ્મા, આમ બીતાં બીતાં ઘરને ખૂણે કયાં સુધી સંતાઈ રહું? આજે તો ચારે જવા દે, ખુદા જે કરે તે ખરું , મારી નાખશે તો છુટકારો થશે.”

એ રીતે પોતાની માને મનાવીને આલમભાઈ અાંબલિયાળ ચોરે ડાયરામાં આવ્યા. એ ચેારાને બે પરસાળ છે. એક પરસાળમાં રહીમભાઈનો ડાયરો બસતો, અને બીજામાં