પૃષ્ઠ:Rasdhar 2 - B.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૫

આલમભાઈ પરમાર

અભુભાઈ કુરેશીનો. બુઢ્ઢા અભુભાઈનું કુટુંબ પેઢી-દર-પેઢીથી આલમભાઈના કુળમાં દોઢ સો દોઢ સો ઘોડેસવાર રાખીને ચાકરી કરતું. આજ રાણપુર તાલુકા રહીમભાઈના હાથમાં ગયા છે, પણ અમુભાઈ એ રહીમ ભાઈની તાબેદારી સ્વીકારી નથી. પાણીડાં પાડે છે : “ શું કરું ? મારી પાસે માણસો નથી. બુઢાપાએ મારું બધું કૌવત હરી લીધું છે, નહિ તો મારા બાળ ધણી કાંઈ આમ રઝળે ?”

“ આવ બાપ આલાભાઈ ! આવ, મારા ધણી !” એમ કહીને બુઢ્ઢા અભુભાઈએ આલમભાઈને ખોળામાં બેસાડી લીધો; અને માથે ને મોઢે પોતાને ધૂજતે હાથ ફેરવ્યો.

સામી પરસાળેથી રહીમભાઈ બેાલ્યા : “ત્યારે તેા તમારા ધણીને રાણપુરની ગાદીએ જ બેસાડો ને, મિયાં !”

“તમારા મોંમાં સાકર, રહીમભાઈ ! એલા કેાઈ છે ? જાઓ, એારડેથી એક ચાકળો લઈ આવો.”

ચાકળો આવ્યો. આલમનું કાંડું ઝાલીને અભુભાઈએ એને ચાકળે બેસાડ્યા, પોતાની તલવાર એના સામે ધરીને તાજમ કરી : “ બાપુ, સલામ.”

રહીમભાઈએ પણ સામી પરસાળે મશ્કરીમાં ઉઠીને કહ્યું : “ બાપુ ! સ... ૯લા ... મ !”

અભુભાઈ બોલ્યા : “બાપુ, રહીમભાઈની સલામ લ્યો.” આલમભાઈએ સલામ લીધી. તે દિવસે અભુભાઈને ઘેર લાપસીના રંગાડા ચડયા. આખા ગામને અભુભાઈએ જમાડયું. આલમભાઈ અભુભાઈના રમકડા જેવા રાજા થયા !

તે વખતે સૌરાષ્ટ્ર ઉપર દામાજીરાવ ગાયકવાડની આણ ફરતી. દર વરસે દામાજીરાવ જમાબંધી ઉઘરાવવા આંહીં આવતા. તેમને ધોળકાથી લઈ હરીણા નીનામા ગામ સુધી પહોંચાડવાની ફરજ રાણપુર દરબાર ઉપર હતી. અભુભાઈ