પૃષ્ઠ:Rasdhar 2 - B.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૨

૮૬

કુરેશી પોતાના બાળારાજાને સાથે લઈને ધોળકે ગયા. જઈને દામાજીના ખોળામાં આલમભાઈને બેસાડીને બધી કથની કહી દામાજી રાણપુર આવ્યા. એમની આજ્ઞાથી મરાઠાએ રહીમભાઈને પગે રસ્સી બાંધી ગામમાંથી ઢસડી કિલ્લામાં લાવ્યા. દામાજીએ પીઠ ફેરવી હુકમ દીધો : “ મારે એનું મોં નથી જોવું. એને કાંધ મારો.”

“ન બને, એ ન બને.” કરતો જુવાન આલમભાઈ આડો પડયો.

દામાજીએ કહ્યું : “બચ્ચા, એણે તો તારા બાપને કાપી નાખ્યો છે. એના ઉપર દયા હોય ?”

“મહારાજ, મરેલો બાપ હવે જીવતો નહીં થાય, પણ મારા કાકાના મોતથી તે અમારી સો પેઢી લગી વેર જીવતું થશે. ગમે તેવો તોયે એ મારો કાકો છે.”

રહીમભાઈને કેદી બનાવી લઈ જવામાં આવ્યા. આલમમાઈની ચોવીસી પાછી આલમભાઈને ઘેર આવી. મહારાજે આલમભાઈના રક્ષણ બદલ રાણપુર થાણું મૂકયું. એના ખર્ચા બઢલ આલમભાઈએ ગાયકવાડ સરકારને રાણપુર અાપ્યું.

અાંહીં આલમભાઈને દિવસ ચડયો, ને વીરમગામમાં બહેનનો દિવસ આથમ્યો. સોનાની હીંડોળાખાટના મીઠા મીઠા કિચૂડાટ બંધ પડયા. લાજીને બહેનબનેવીએ રાણપુર આશરો લીધો. પોતાને મળેલા જાકારાનું એક પણ વેણ સંભાર્યા વિના આલમમાઈ એ બહેનને ગઢિયું નામનું ગામ આપ્યું, જે હજુ એના વંશજે ખાય છે.

છૂટા થયેલ રહીમભાઈ કિલ્લો લેવાની તજવીજ કરતો હતો. એના હાથમાં વઢવાણના ઝાલા રાજા સબળસિંહ આવી પડ્યો. સબળસિંહને અણે સમજાવ્યું કે તને હું એક પહોરમાં