પૃષ્ઠ:Rasdhar 2 - B.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૭

આલમભાઈ પરમાર

રાણપુર જિતાડું. સબળસિંહની સવારી ચડી. સીમાડે બુંબાડ પડયા.

આલમભાઈ કિલ્લો છેડી ગામમાં આવ્યા. વસ્તીને કહ્યું : “પોતપોતાની પ્યારી વસ્તુ હોય તે લઈને કિલ્લામાં પેસી જાએા.” વસ્તી કિલ્લામાં પેસવા લાગી. આલમભાઈ ગામના ચોકમાં અભય બનીને ઊભા રહ્યા. સબળસિંહની સેનાનો ડમ્મર ચડયો તેય આલમભાઈ ન ખસ્યા, ઘોડાના ડાબલા ગાજ્યા તેાય આલમભાઈ કોઈ એાલિયા જેવી શાંતિથી ઊભા જ રહ્યા. એ કોની વાટ જોતા હતા ? એક ડેાશીની ! ડેાશી પોતાના ઘરમાં કોઈ કુલડીમાં પૈસા મૂકેલા તે ગોતતી હતી, ને કહેતી હતી : “ એ બાપુ, જરા ઊભા રહેજો ! જરા ખમજો !” આખરે સેના ગામમાં આવી પહોંચી ત્યારે જ ડેાશી ગામમાંથી ખસી.

આલમભાઈને અને સેનાને ભેટંભેટા થઈ. સૈન્યને મોખરે અગરસિંગ નામને સરદાર ચાલતો હતો, તેને જોઈને આલમભાઈ એ પોતાના મછા નામના યોદ્ધાને કહ્યું : “ હે મછા ! તારી બરછી ફરી કયારે કામ આવશે ? માર અમરસિંગને.” પોતાના ધણીની છેલ્લી આજ્ઞા પાળીને મછે રાણપુરની બજારમાં જ મોતની રાતીચોળ પથારીમાં સૂતો. આલમભાઈ અને એના સાથીએાએ કિલ્લાનું શરણુ લીધું. ધબોધબ દરવાજા બંધ થયા.

સબળસિંહે રાણપુર ગામમાં જ માટીને કિલ્લેા કરી મોરચા બાંધ્યાં. આલમનાઈના કિલ્લાને તેડવાનું એનું ગજું નહોતું. એક દિવસ આલમભાઈ નાઠાબારીએ થઈને ધોળકા પહોંચ્યા. દામાજી ગાયકવાડને વાત સંભળાવી. દામાજીનું સૈન્ય ચડયું એ સાંભળીને સબળસિંહ રાણપુરથી બે ગાઉ દૂર પોતાના નાગનેશ ગામના કિલ્લામાં જઈને ભરાયો. દામાજીરાવે નાગનેશને ઘેરો ઘાલ્યો અને ગઢ તોડવા માટે અમદાવાદથી મહાકાળી ને મહાલક્ષમી નામની બે તોપો