પૃષ્ઠ:Rasdhar 2 - B.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૨

૮૮

મંગાવી. બળદનાં સો સો તરેલાં જોડાય ત્યારે જ તાણી શકાય એવી એ બે તાપે નાગનેશની નદીમાં આવીને અટકી ગઈ. પછી દામાજીરાવે બન્નેની પૂજા કરી. સિંદૂર અને ફૂલ ચડાવ્યાં. તેાપો સડેડાટ સામે કાંઠે ચડી.

તોપો વછોડવાનું મુરત જોવરાવ્યું. બરાબર પો ફાટવાનો સમય મુરતમાં નક્કી થયેા. દામાજીરાવે હુકમ કર્યો : “ધોળી ધજા લઈને ગામના ગઢ ઉપર ચડી ખબર આપો કે સવારે તોપ ચાલશે. ખબર આપો કે ગર્ભવતી સ્ત્રીઓના ગર્ભ ન વછૂટી જાય માટે કાનમાં સૂંઠનાં પૂમડાં કરીને ઘાલે. ખબર આપો બાળકોને, બુઢ્ઢાંઓને કે થડકે નહિ.”

બીજી બાજુ સબળસિંહને એક વધુ ખબર પડી. ગઢના ચારે કેાઠાની અંદર, થાળીએામાં મગ મુકાવ્યા હતા તે મગના દાણા, એક દિવસ થરથરવા માંડયા. સબળસિંહ સમજયો કે દરબારગઢની નીચે સુરંગ ખોદાય છે. ઉપરથી બાકોરુ પાડી, પાણી રેડી, સુરંગને નકામી કરી નાખવા તૈયારી થઈ; પણ ગામની વસ્તીએ ખાણો કરી કરી જાર ભરી હતી તે ટળી જાય, માટે લેાકેાએ ના પાડી.

ભળકડું થયું. બધા કહે : “ મહારાજ, હવે તેાપો વછોડો. ”

મહારાજ કહે : “ના, હજુ ઝાડ ઉપર પંખી નીંદર કરે છે. એને ફડકેા નહિ પડાવું, સૂરજને ઊગવા દ્યો.”

સૂરજ ઊગ્યો ને તેાપો ગડેડી : ધુબ્બાંગ ! ધુબ્બાંગ ! ધુબ્બાંગ ! અને નાગનેશનો ગઢ ભાંગીને ભૂકો થઈ ગયો. સબળસિંહ પકડાયો. એ ટાણે બે રજપૂતાએ એને પડખે ચડીને કહી દીધું : “તમે તમારે કેદમાં જાઓ. અમે હમણાં વાણિયાને વરે આવીને દામાજીને અને આલમભાઈને રેંસી નાખશું.”

સ્નાન કરતાં કરતાં દામાજીએ હુકમ દીધો : “સબળસિંહને ઝાડ નીચે લઈ જાઓ ને ઝાટકે મારો.”